રિપોર્ટ@મહેસાણા: અક્ષયકુમારે હાટકેશ્વર મહાદેવનાં દર્શન કર્યાં, પ્રેરણા સ્કૂલની મુલાકાત લીધી

વડનગરવાસીઓ દ્વારા અક્ષયકુમારનું તિલક કરી સ્વાગત કરાયું હતું.
 
રિપોર્ટ@મહેસાણા: અક્ષયકુમારે હાટકેશ્વર મહાદેવનાં દર્શન કર્યાં, પ્રેરણા સ્કૂલની મુલાકાત લીધી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ગુજરાતના મહેમાન બનેલા અક્ષયકુમાર સવારે PM મોદીના વતન વડનગરની મુલાકાતે પહોંચ્યા હતા. વડનગરમાં અક્ષયકુમારે સૌપ્રથમ હાટકેશ્વર મહાદેવનાં દર્શન કરી આશીર્વાદ લીધા હતા. ત્યાર બાદ આર્કિયોલોજિકલ મ્યુઝિયમની મુલાકાત અને વડાપ્રધાને જે શાળામાં અભ્યાસ કર્યો હતો એ પ્રેરણા સ્કૂલની મુલાકાત લીધી હતી. વડનગરવાસીઓ દ્વારા અક્ષયકુમારનું તિલક કરી સ્વાગત કરાયું હતું.

સ્વયંભૂ શિવલિંગનાં દર્શન કરીને મંદિરની સુંદર કોતરણી નિહાળીને અક્ષય કુમાર અત્યંત આનંદિત થયા હતા. દર્શન બાદ તેમણે નિવેદન આપતાં જણાવ્યું હતું કે "હાટકેશ્વર મંદિરમાં શાંત ચિત્તે સાંભળો તો 'ઓમ' સંભળાય છે" અને "વડનગરમાં પ્રથમવાર આવ્યો છું, ઇતિહાસ જાણીને આનંદ થયો છે."હાટકેશ્વર મહાદેવનાં દર્શન કર્યા બાદ અક્ષય કુમારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે સ્કૂલમાં ભણ્યા હતા એ પ્રેરણા સ્કૂલની પણ મુલાકાત લીધી હતી.

આ ઉપરાંત તેમણે આર્કિયોલોજિકલ મ્યુઝિયમની પણ મુલાકાત લીધી હતી. બોલિવૂડ સ્ટાર વડનગરનો ઐતિહાસિક વારસો જોઈને ગદગદ થયા હતા. અક્ષય કુમારે વધુમાં જણાવ્યું હતું કે તેઓ એક એવોર્ડ નાઇટ માટે આવ્યા હતા અને એ દરમિયાન તેમને વડનગર પહોંચવાનો મોકો મળ્યો, જેનો તેમને ખૂબ આનંદ છે.