રિપોર્ટ@મહેસાણા: તળાવના કિનારેથી ફાંસો ખાધેલી અને અર્ધનગ્ન હાલતમાં લાશ મળી

અજાણ્યા યુવકની લાશ મળી આવતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. 
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

મહેસાણા જીલ્લાના વડનગર તાલુકામાંથી એક હદય કંપાવતી ઘટના સામે આવી છે. વડનગર તાલુકાના સબલપુર ગામેથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં સબલપુર-કરબટિયા રોડ પર આવેલા કમ્બોપા તળાવના કિનારે એક અજાણ્યા યુવકની લાશ મળી આવતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. તળાવના કિનારે આવેલા બાવળના ઝાડ સાથે દોરડા વડે ફાંસો ખાધેલી અને અર્ધનગ્ન હાલતમાં આ લાશ મળી આવી હતી.

આ ઘટનાની જાણ થતાં જ ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સમગ્ર મામલાની ગંભીરતાને જોતાં સબલપુર ગામના સરપંચ દ્વારા તાત્કાલિક વડનગર પોલીસને આ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.

મૃતક યુવક કોણ છે, તે કયા ગામનો રહેવાસી છે અને આ ઘટના હત્યા છે કે આત્મહત્યા, તે દિશામાં વડનગર પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસના સત્તાવાર તપાસ અહેવાલ બાદ જ આ સમગ્ર રહસ્ય પરથી પડદો ઊંચકાશે.