રિપોર્ટ@મહેસાણા: રહેણાંક ત્રણ ઘરોના તાળાં તોડી અંદરથી સોના-ચાંદીના દાગીના સહિત 2.48 લાખની ચોરી

બનાવ અંગે તાલુકા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

મહેસાણા જીલ્લાના વિસનગર તાલુકાના કામલપુરમાં રાત્રે અજાણ્યા શખ્સોએ દૂધની ડેરી સહિત ચાર રહેણાંક ઘરોના તાળાં તોડી અંદરથી સોના-ચાંદીના દાગીના, રોકડ મળી કુલ રૂ.2,48,924ની મત્તા લઈ ફરાર થઈ ગયા હતા. જે બનાવ અંગે તાલુકા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

કામલપુરના ડેરી મંત્રી 66 વર્ષીય બળદેવભાઈ સોમાભાઈ પ્રજાપતિ શનિવારે રાત્રે 9 વાગ્યે ડેરીનું કામ પતાવી ઘરે ગયા હતા. રવિવારે સવારે સાડા પાંચ વાગ્યે પ્રહલાદજી હુશાજી ઠાકોર દૂધ ભરાવવા ડેરીએ ગયા.

દરમિયાન ડેરીનું તાળું તૂટેલું જોતાં તેમને ચોરીની શંકા જતાં તાત્કાલિક બળદેવભાઈને ફોન કર્યો કર્યો હતો જેથી બળદેવભાઈ ડેરીએ પહોંચતો ડેરીની બહારની લોખંડની જાળીનું તાળું તૂટેલું અને ઓફિસનો દરવાજો તૂટેલો હતો.

જ્યારે અંદર તપાસ કરતાં લોખંડની તિજોરીમાંથી રૂ.13,424 રોકડ ગાયબ હતી. ભિખાભાઈ બબાભાઈ પ્રજાપતિના ઘરમાં તિજોરી તોડી દાગીના સહિત રૂ.1,35,000ની ચોરી કરી હતી.

ગોવિંદભાઈ શંકરભાઈ પ્રજાપતિના ઘરમાંથી કુલ રૂ.12,000ની મત્તા ની ચોરી તેમજ દિનેશભાઈ શંકરભાઈ પ્રજાપતિના ઘરમાંથી રૂ.23,500 રોકડ, રૂ.15,000ની સોનાની ચૂની, રૂ.8,000ની સહિત કુલ રૂ.88,500ની મત્તા ચોરાઈ હોવાનું જાણવા મળ્યું હતું.