રિપોર્ટ@પંચમહાલ: મહાત્મા ગાંધીજીની 155મી જન્મ જયંતીની ધામધૂમપૂર્વક ઉજવણી

ત્યાર બાદ ગોધરા નગરપાલિકાના સફાઈ કર્મીઓ દ્વારા ગોધરા શહેરના મુખ્ય માર્ગો ઉપર સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
 
રિપોર્ટ@પંચમહાલ: મહાત્મા ગાંધીજીની 155મી જન્મ જયંતીની ધામધૂમપૂર્વક ઉજવણી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આજે ગાંધીજયંતિ છે. ગાંધીજીનો જન્મદિવસ છે. આજરોજ ગોધરા શહેરના ગાંધી ચોક સર્કલ પાસે ગોધરાના ધારાસભ્ય સી.કે રાઉલ તથા રાજ્યસભાના સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમાર ધારાસભ્ય નિમિષા સુથાર જિલ્લા પંચાયતના પ્રમુખ રેણુકા ડાયરા ગોધરા નગરપાલિકાના પ્રમુખ જયેશ ચૌહાણ, જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલ સહિત ભાજપના કાર્યકરો તથા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં મહાત્મા ગાંધીજીની 155મી જન્મ જયંતીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પૂજ્ય બાપુને સુતરની આંટી પહેરાવી શ્રદ્ધા સુમન અર્પણ કરી હતી.

આજરોજ ગોધરા શહેરના ગાંધી ચોક સર્કલ પાસે મહાત્મા ગાંધીજીને ગોધરાના ધારાસભ્ય સી.કે રાઉલ, રાજ્યસભાના સાંસદ જશવંતસિંહ પરમાર, ધારાસભ્ય નિમિતિ સુથાર, જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલની ઉપસ્થિતિમાં મહાત્મા ગાંધીજીની 155મી જન્મ જયંતીની ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી.

ત્યાર બાદ ગોધરા નગરપાલિકાના સફાઈ કર્મીઓ દ્વારા ગોધરા શહેરના મુખ્ય માર્ગો ઉપર સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગોધરા નગરપાલિકાના ચીફ ઓફિસર આર.એચ. પટેલ ગોધરા નગરપાલિકા પ્રમુખ જયેશ ચૌહાણ, સેનેટરી ઇન્સ્પેક્ટર રમેશ મહેતા, સુરપાલસિંહ સોલંકી, શહલ મન્સૂરી, મનોજ ચૌહાણ સહિતના લોકો ઉપસ્થિત રહી અને પૂજ્ય બાપુને સુતરની આંટી પહેરાવી શ્રદ્ધા સુમન અર્પણ કરી હતી.

પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે શહેરના મધ્યમાં આવેલ ગાંધી ચોક સર્કલ પાસે મહાત્મા ગાંધીની પ્રતિમા ઉપર પુષ્પાંજલિ અર્પી શ્રદ્ધા સુમન સાથે ગાંધીજીની દેશ સેવાઓને યાદ કરી હતી. જેમાં મોટી સંખ્યામાં પંચમહાલ કોંગ્રેસના આગેવાનોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.