રીપોર્ટ@પાટણ: ભારતના પ્રાચીન 5 સરોવરમાંનું એક બિંદુ સરોવર છે,માતૃ શ્રાદ્ધ માટે પ્રખ્યાત
વેદોમાં શ્રી સ્થળ એટલે કે પવિત્ર સ્થળ તરીકે દર્શાવવામાં આવ્યું
Oct 3, 2023, 11:13 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પાટણ જિલ્લામાં આવેલા આધુનિક સિદ્ધપુરનું વર્ણન વેદોમાં શ્રી સ્થળ એટલે કે પવિત્ર સ્થળ તરીકે દર્શાવવામાં આવ્યું છે. ભારતના પ્રાચીન 5 સરોવરમાંનું એક સિદ્ધપુરનું બિંદુ સરોવર છે, આ ઉપરાંત ઉત્તરમાં માનસરોવર, દક્ષિણમાં બ્રહ્મા અને પંપા સરોવર અને કચ્છમાં નારાયણ સરોવર છે.
આ પાંચ સરોવરોમાં સિદ્ધપુરમાં આવેલું બિંદુ સરોવર એક માત્ર માતૃ શ્રાદ્ધ માટે પ્રખ્યાત છે. પૌરાણિક કથાઓ પ્રમાણે કપિલ મુનિ ભગવાને પોતાની માતાનું શ્રાદ્ધ આ બિંદુ સરોવરમાં કર્યું હતું. હિન્દુ ધર્મ પ્રમાણે પિતૃ શ્રાદ્ધ માટે ગયા તો, માતૃ શ્રાદ્ધ માટે સિદ્ધપુર જવાની માન્યતા છે, તેથી બિંદુ સરોવર માતૃ શ્રાદ્ધ માટે પ્રખ્યાત છે.
બિંદુ સરોવર ખાતે ભારતના અન્ય રાજ્યોમાંથી પણ લોકો પોતાની માતૃ શ્રાદ્ધની ક્રિયા કરવા આવતા હોય છે