રિપોર્ટ@પાટણ: મસ્તાની ગેંગના મુખ્ય સૂત્રધાર રબારી દ્વારા ગૌચરની જમીન પર બનાવેલા ગેરકાયદેસર 'ઝીલિયા ફાર્મહાઉસ' પર બુલડોઝર ફર્યું , જાણો વધુ વિગતવાર
પોલીસ વાન પર થયેલા હુમલા બાદ તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે.
Mar 22, 2026, 15:57 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ઝીલિયામાં ભાવેશ રબારીનો ગેરકાયદે બંગલો તોડી પડાયો છે. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઝીલિયા ગામે પોલીસ વાન પર થયેલા હુમલા બાદ તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. મસ્તાની ગેંગના મુખ્ય સૂત્રધાર ભાવેશ રબારી દ્વારા ગૌચરની જમીન પર બનાવેલા ગેરકાયદેસર 'ઝીલિયા ફાર્મહાઉસ' પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે.
આ ડિમોલેશનની કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કરવામાં આવી હતી. અગાઉ બે જેસીબી મશીન વડે ફાર્મહાઉસનો મુખ્ય ગેટ અને તેની દીવાલ તોડી પાડવામાં આવી હતી. ત્યારબાદ મોડી રાત્રેભાવેશ રબારીના 'અલખ ધણી આશરો' મકાન ને પોલીસ બંદોબસ્ત અને વહીવટી તંત્ર વચ્ચે તોડી ધરાશાય કરી દેવામાં આવ્યું છે

