રિપોર્ટ@પાટણ: નકલી ડોક્ટરે ત્યજેલ બાળક શિશુગૃહમાં મળ્યું, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. પાટણ જિલ્લામાં રાધનપુરના કોરડા ગામના નકલી ડો. સુરેશ ઠાકોરે પાટણના નિઃસંતાન દંપતીને નવજાત બાળક રૂ.1.20 લાખમાં વેચી માર્યું હતું.
જોકે, બીમાર રહેતા એક જ મહિનામાં તેને પાછું આપી દેવાયું હતું. નકલી ડોક્ટરે કુશ હોસ્પિટલની ફિમેલ હેલ્થ વર્કર શિલ્પા ઠાકોરની સાથે મળીને ડીસા નજીક ગઢના મોટા ગામની સીમમાં ત્યજી દીધું હતું.
આ નવજાત બાળક થરાની સંસ્કાર હોસ્પિટલમાં ફરજ બજાવતા રૂપસિંહ ઠાકોરે આપ્યાનો ઘટસ્ફોટ થયો છે. જેથી તેને પોલીસે ડિટેઈન કર્યો છે. દરમિયાન પોલીસ તપાસમાં બાળક જીવિત હોવાનું અને તંદુરસ્ત હાલતમાં પાલનપુરના શિશુગૃહમાં હોવાનું ખૂલ્યું છે.
ગત મે મહિનામાં બાળકને રાતના અંધારામાં ત્યજી દીધું હતું. પાટણ અને બનાસકાંઠા એમ બે જિલ્લામાં આ બાળતસ્કરી રેકેટના તાર ખૂલ્યાં છે. અન્ય વેચાયેલા બાળકની પણ પોલીસને લિંક મળી છે. પૂછપરછમાં વધુ ઘટસ્ફોટ થઈ શકે છે.