રિપોર્ટ@ગુજરાત: પત્ની,પુત્ર-પુત્રીને મોતને ઘાટ ઉતારનારને ફાંસી આપવાની લોકોની માગ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં મર્ડરની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. ભાવનગરમાંત્રણ દિવસ પહેલાં કાચના મંદિર પાસે આવેલા ફોરેસ્ટ કવાર્ટરમાંથી પત્ની, પુત્રી-પુત્રને તકિયાથી મોઢું દબાવી એક પછી એક ત્રણને મોતને ઘાટ ઉતારનાર ACF શૈલષ ખાંભલાને ભાવનગર પોલીસ ઝડપી લીધો છે. ત્યારે શૈલષ ખાંભલાને ફાંસીની સજા કરવાની માગ સાથે સુરતના કાપોદ્રામાં રબારી સમાજની કેન્ડલ માર્ચ યોજાઈ હતી. જેમાં ‘ખાટકી શૈલેષ ખાંભલાને ફાંસી આપો’ ના બેનર સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
ભાવનગર ખાતે બનેલી હૃદય કંપાવનારી ટ્રિપલ મર્ડરની ઘટનામાં મૃત્યુ પામેલા નયનાબેન અને તેમના બે માસૂમ બાળકોને શ્રદ્ધાંજલિ આપવા તથા આરોપીને સખતમાં સખત અને ત્વરિત ફાંસીની સજા થાય તે માટે સુરત રબારી સમાજ દ્વારા એક વિશાળ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉકાભાઈ ખાંભલિયાએ જણાવ્યું હતું કે, આ ખૂબ જ નિંદનીય ઘટના છે. અમારે શરમથી અમારું માથું નીચું ઝૂકાવીને ચાલવું પડે છે. આ એક એવી ઘટના ઘટી છે. એટલે અમે તો કોઈ દિવસ માફ કરવાના નથી, સમાજ પણ માફ કરવાનો નથી. અમે તો એવું જ કહીએ છીએ કે જે અમદાવાદની ઘટના જે બની છે. જે સાયકો કિલરનું જે રીતે પોલીસ એન્કાઉન્ટર જે કર્યું છે એ જ પ્રમાણે આ ઘટનાને કરે. જે દોષિત છે એને પહેલા એકત્રિત પુરાવા કરી કડક સજા આપે એ સમગ્ર રબારી સમાજની માંગ છે. અમે પણ સમગ્ર સમાજ સાથે તાલ મિલાવીને કે આની અંદર કોઈ રહી ન જાય, કોઈ વ્યક્તિ બાકી ન રહી જાય એવી સૌની અમારી માંગણી છે.
સુરતમાં સમગ્ર સમાજ જેને શોધવા માટે 10 દિવસ માટે તનતોડ મહેનત કરી હતી. સમાજ એક તાંતણે થઈને કે ભાઈ અહીં છે, અહીં છે, 10-10 દિવસ સુધી સમાજને આખા ગુમરાહ કર્યા છે. એટલે આને કોઈ દિવસ સમાજ માફ ના કરી શકે. આજે વડવાળા સોસાયટીમાં સમગ્ર સમાજ ભેગો થયો છે.
ઉકાભાઈએ આગળ કહ્યું કે, અહીંથી કેન્ડલ માર્ચ લઈને અમે વડવાળા સર્કલ સુધી જઈને બેન, બાળકોના દિવ્ય આત્માને વડવાળા દેવ શાંતિ આપે એ જ પ્રાર્થના માટે અમે સૌ ભેગા થયા. આરોપી કોઈ સમાજનો હોતો નથી, દરેક સમાજ આની અંદર જોડાયેલો છે.આરોપીને કડકમાં કડક સજા કરે સરકાર. હું તો એમ કહું છું આ HM સાહેબના ગઢની અંદર ઘટના બની છે, તો HM જલ્દી આનો નિર્ણય લઈને ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને તાત્કાલિક શૂટઆઉટ કરે એ જ અમારી માંગણી છે.
ભાવનગરની ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે, ત્યારે ન્યાયની માગ સાથે સુરત રબારી સમાજ એક જૂથ થયો હતો. સુરતમાં કાપોદ્રા વડવાળા સોસાયટીની વાડી ખાતે ગુમાવેલા ત્રણ નિર્દોષ જીવોની આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ કાપોદ્રા વડવાળા સોસાયટીની વાડીથી કેન્ડલ માર્ચ યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ, યુવાનો અને બહેનો આ કેન્ડલ માર્ચમાં જોડાયા હતા. સૌએ હાથમાં સળગતી મીણબત્તીઓ લઇને મૌન રહીને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને શોક વ્યક્ત કર્યો હતો. જે લોકો પાસે કેન્ડલ ન હતી તેઓએ પોતાના મોબાઈલની ટોર્ચ લાઇટ ચાલુ કરી જોડાયા હતા.
સમાજના લોકો દ્વારા માગ કરવામાં આવી હતી કે, આ પ્રકારના જઘન્ય કૃત્યો સમાજમાં કોઈ અન્ય વ્યક્તિ ન કરે તે માટે આરોપીને દાખલારૂપ સજા થવી જોઈએ. સમાજ તરીકે અમે મૃતકોના પરિવારની સાથે છીએ અને સરકાર પાસે અમારી એક જ માગ છે કે આરોપીને વહેલી તકે ફાંસીની સજા થાય. આ કેન્ડલ માર્ચ થકી સુરત રબારી સમાજે મૃતકોના પરિવારને સાંત્વના પાઠવી હતી અને રાજ્ય સરકાર તથા ન્યાયતંત્રને આ કેસમાં ઝડપી અને કડક કાર્યવાહી કરવા માટે અપીલ કરી હતી.
ભાવનગરમાં રહેતા અને ફોરેસ્ટ વિભાગમાં ACF તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલાના પત્ની અને બે સંતાનો 5મી નવેમ્બરે ગુમ થયા બાદ 16મી નવેમ્બરે ફોરેસ્ટ કોલોનીમાં તેમના ઘરથી 20 ફૂટ દૂર ખાડામાંથી મૃતદહે મળી આવ્યા હતા. શૈલેષે આ હત્યા ઘરકંકાસમાં કરી હતી. શૈલેષ ખાંભલાએ 7 નવેમ્બરે ત્રણેય ગુમ થયાની પોલીસને જાણ કરી હતી, પરંતુ 10 દિવસ બાદ ભાવનગરમાં આવેલા પોતાના ક્વાર્ટરની બાજુમાં જ વિશાળ ખાડામાંથી તેમના મૃતદેહ મળ્યા હતા.
આ સંદર્ભે પોલીસે તપાસ કરતા શૈલેષ ખાંભલાએ જ પત્ની, પુત્ર અને પુત્રીની હત્યા કરી ક્વાર્ટરના પાછળના ભાગમાં હત્યા કરી દાટી દીધા હોવાનો ખુલાસો થયો હતો. આ મામલે ભરતનગર પોલીસે પરિવારના ત્રણ સભ્યોની હત્યા અંગે શૈલેષ ખાંભલા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભાવનગરમાં ફરજ બજાવતા ફોરેસ્ટ અધિકારીના પત્ની અને બે સંતાોનીની ફોરેસ્ટ કોલોનીમાં આવેલા તેમના ઘરથી 20 ફૂટ દૂરના અંતરેથી ખાડામાં દાટી દીધેલી લાશો મળી છે. 5 નવેમ્બરના રોજ નયનાબેન પુત્રી પૃથા અને પુત્ર ભવ્ય સાથે 10 દિવસ પહેલા સુરત જવા નીકળ્યા બાદ ગુમ થયા હતા. ત્યાર બાદ જેની પોલીસને જાણ પણ કરવામાં આવી હતી.
ભાવનગરમાં રહેતા અને ફોરેસ્ટ વિભાગમાં ACF તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલાના પત્ની અને બે સંતાનો 5મી નવેમ્બરે ગુમ થયા બાદ 16મી તારીખે ફોરેસ્ટ કોલોનીમાં તેમના ઘરથી 20 ફૂટ દૂર ખાડામાંથી મૃતદહે મળી આવ્યા હતા. શૈલેષે આ હત્યા ઘર કંકાસમાં કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

