રિપોર્ટ@પોરબંદર: શાળાએથી છૂટ્યા બાદ તળાવમાં નાહવા ગયેલા 2 બાળકોના ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા
આ દુર્ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
Updated: Mar 28, 2026, 17:57 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પોરબંદર જિલ્લાના રાણા રોજીવડા ગામે એક દુઃખદ ઘટના સામે આવી છે. શાળાએથી છૂટ્યા બાદ તળાવમાં નાહવા ગયેલા 2 બાળકોના ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સ્કૂલથી ઘરે પરત ફરતી વેળા બંને 'નેસડા તળાવ'માં નાહવા પડ્યા હતા અને ડૂબી ગયા હતા. એક બાળક તો પાંચ બહેન વચ્ચે એકનો એક ભાઈ હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, ભાણવડ નજીક આવેલા રાણા રોજીવડા ગામના બે વિદ્યાર્થીઓ શાળાએથી પરત ફર્યા બાદ ગામના 'નેસડા તળાવ'માં નાહવા માટે ગયા હતા. તળાવમાં પાણીની ઊંડાઈનો અંદાજ ન આવતા બંને કિશોરો ડૂબવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતા જ સ્થાનિકો બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા, પરંતુ કમનસીબે બંનેને બચાવી શકાયા નહોતા.
મૃતક બાળકો
નિખિલ હાજાભાઈ ટોરીયા
સુમિત જગદીશભાઈ સોલંકી

