રિપોર્ટ@મોરબી: લેવીસ સિરામિક ગ્રૂપ સહિત 40 સ્થળો પર દરોડા, જાણો વધુ વિગતે

ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
 
રિપોર્ટ@મોરબી: લેવીસ સિરામિક ગ્રૂપ સહિત 40 સ્થળો પર દરોડા, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. 250થી વધુ અધિકારીઓની ટીમ વહેલી સવારથી મોરબીના મોટા ગજાના જમીનના ધંધાર્થી પરેશ પટેલ, બિલ્ડર રાજુભાઈ ફેસ ગ્રુપ અને લેવીસ સીરામીકના જીતુભાઈ રોજવાડીયા ગ્રૂપ સહિત ભાગીદારો મળી 40 જેટલા સ્થળો પર દરોડા માટે ત્રાટકી છે.

ટાઇલ્સ બનાવતા લેવિસ ગ્રુપ પર દરોડાથી સિરામિક ઉદ્યોગકારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આ સર્ચ ઓપરેશનમાં સાંજ સુધીમાં મોટા પાયે બિન હિસાબી વ્યવહારો બહાર આવે તેવી શક્યતાઓ છે.

રાજકોટ આવકવેરા વિભાગ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતા કરચોરોમાં ફફડાટ ફેલાય ગયો છે. મોરબીમાં લેવિસ સીરામીક ગ્રુપ સહિત તેની સંકળાયેલા તેના ભાગીદારો મળી 40 જેટલા સ્થળોએ આજ સવારથી દરોડાની કામગીરી શરૂ થઈ છે.

રાજકોટ ઇન્કમટેક્ષ વિભાગની ટીમ ગ્રાઉન્ડ પર ઉતરી ગઈ હતી. મોરબીનાં આ સીરામીક ગ્રુપને ત્યાં વહેલી સવારે સર્ચ ઓપરેશન હાથ ઘરીને તેમને ઉંઘતા ઝડપી પાડ્યા હતા. ફેક્ટરી, ઘર, ઓફિસ સહિતની પ્રીમાઇસીસ પર તપાસ ચાલી રહી છે. આજે પ્રથમ દિવસે સિરામિક ગ્રૂપના હિસાબો અને ડેટા શોધી રહ્યું છે. તપાસના અંતે બિનહિસાબી વ્યવહારો ઝડપાઇ તેવી સંભાવના છે.