રિપોર્ટ@રાજકોટ: 10 હોટલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ચેકિંગ હાથ ધરાયું
ક્રિક્રેટરો જ્યાં રોકાય છે એ ઇમ્પીરિયલ પેલેસ, સયાજી હોટલ સહિતને ઇ-મેલ મળ્યો
Oct 26, 2024, 18:06 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજકોટની 5 સ્ટાર હોટલો સહિત 10 હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો મેલ મળ્યો છે. શહેરની ઇમ્પીરિયલ પેલેસ, સયાજી હોટલ, સિઝન્સ હોટલ, હોટલ ગ્રાન્ડ રેજન્સી સહિતની હોટલને એકસાથે ધમકી ભર્યો મેલ આવ્યો છે.
ક્રિક્રેટરો જ્યાં રોકાય છે એ હોટલનો પણ આ ધમકીમાં સમાવેશ છે. દિવાળી તહેવાર વચ્ચે આ પ્રકારની ધમકીનો ઇ-મેલ આવતાં પોલીસ પણ દોડતી થઈ છે.
જે 10 હોટલને ધમકી મળી એ સિવાયની હોટલમાં પણ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તકેદારીના ભાગરૂપે પોલીસનું રાજકોટની તમામ મોટી હોટલમાં હાલમાં ચેકિંગ ચાલી રહ્યું છે.

