રિપોર્ટ@રાજકોટ: સગીરા પર ગેંગરેપ કેસમાં 5 આરોપી ઝડપાયા, જાણો સમગ્ર ઘટના વિશે
પોલીસે જે કારમાં સામુહિક દુષ્કર્મ થયું હતું તે કાર પણ કબ્જે કરી વધુ તપાસ હાટ ધરવામાં આવી છે.
Updated: May 20, 2026, 17:34 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રહેતી એક 14 વર્ષની સગીરા સાથે થયેલ સામુહિક દુષ્કર્મની ઘટનામાં પોલીસે તેની સગીર વયની સહેલી, એક સગીર આરોપી સહીત પાંચ આરોપીની ધરપકડ કરી ફરાર ત્રણ શખ્સોની શોધખોળ હાથ ધરી છે. પોલીસ તપાસમાં ઝડપાયેલ આરોપીઓ પૈક એક આરોપી ટ્રાફિક વોર્ડન હોવાનું સામે આવ્યું છે જયારે એક આરોપી અગાઉ નકલી પોલીસ બની તોડ કરવા ગુનામાં 6 વખત અસલી પોલીસના હાથે ઝડપાઇ ચુક્યો હોવાં સામે આવ્યું છે.
આ ઉપરાંત સગીરા સાથે આજથી એક વર્ષ પહેલા પણ મેં, 2025 દરમિયાન એક સગીર આરોપી દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ ચુકી હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે જે કારમાં સામુહિક દુષ્કર્મ થયું હતું તે કાર પણ કબ્જે કરી વધુ તપાસ હાટ ધરવામાં આવી છે.

