રિપોર્ટ@રાજકોટ: ભાજપના વિજ્ય વિશ્વાસ સંમેલનમાં સ્ટેજ પર બેઠેલા ઉમેદવારની ટિકિટ કપાઈ, જાણો વધુ વિગતે

ઉમેદવારો ઢોલ-નગારા સાથે રેલી કાઢી ફોર્મ ભરવા પહોંચ્યા છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો આજે છેલ્લો દિવસ છે.આજે સવારે 10 વાગ્યાથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ઉમેદવારો ઢોલ-નગારા સાથે રેલી કાઢી ફોર્મ ભરવા પહોંચ્યા છે.

રાજકોટમાં ભાજપના વિજ્ય વિશ્વાસ સંમેલનમાં સ્ટેજ પર બેઠેલા ઉમેદવારની ટિકિટ કપાઈ ગઈ છે. વોર્ડ નંબર 7માં શૈલેષ જાનીના બદલે હવે બ્રહ્મ સમાજના જ પૂર્વ કોર્પોરેટર નેહલ શુકલા ચૂંટણી લડશે. સાથે જ વોર્ડ નં-11ના રક્ષિત કલોલા પણ બદલાઈ શકે છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે કોંગ્રેસે વિવાદિત 12 વોર્ડના ઉમેદવારના નામની યાદી હજુ પણ જાહેર કરી નથી. દરિયાપુર, નિકોલ, સરસપુર, જમાલપુર, વાસણા, સરખેજ, મકતમપુરા, બહેરાપુરા, દાણીલીમડા, મણિનગર, ગોમતીપુર, રામોલ વોર્ડમાં ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી નથી. આજે આ તમામ બેઠક પર ઉમેદવારોને સીધા મેન્ડેટ ફાળવી દેવામાં આવશે. ધારાસભ્યોના લોબિંગ અને સ્થાનિક સ્તરે વિરોધના નામની અંતિમ ઘડી સુધી નામની યાદી જાહેર કરવામાં આવી નથી. આજે અંતિમ ઘડીમાં કોંગ્રેસે અમદાવાદના વિરાટનગર અને બાપુનગર વોર્ડમાં ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.

કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર તસ્લીમ આલમ તીર્મીઝિએ પોલીસ જાપ્તા સાથે ફોર્મ ભર્યું હતું. તેમણે કહ્યું કે અમારા ધારાસભ્યોએ જ મને ટિકિટ ન મળે તે માટે કાવતરું રચ્યું છે. 3 વાગ્યા પહેલા પાર્ટી મને મેન્ડેટ આપી દેશે. જો મેન્ડેટ નહીં મળે તો હું ચૂંટણી લડીશ નહીં. જે બાદ હું ધારાસભ્ય પાછળ પડી જઈશ. ધારાસભ્યને હું હવે છોડીશ નહીં.