રિપોર્ટ@રાજકોટ: મચ્છરજન્ય રોગચાળાનો કેર, ચાલુ વર્ષે ડેન્ગ્યૂના કુલ 171 અને ચિકનગુનિયાના 67 કેસ નોંધાયા
રોગચાળાને ડામવાની કવાયત શરૂ કરી છે.
Nov 21, 2023, 18:40 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં ગુલાબી ઠંડીની શરુઆત થઇ ગઇ છે. જો કે બપોરના સમયે ગરમીનો અનુભવ થાય છે. ઠંડી-ગરમીના મિશ્ર વાતાવરણમાં ગુજરાતમાં રોગચાળો વકરી રહ્યો છે. રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળાનો કેર જોવા મળી રહ્યો છે. ત્યારે મનપાએ ઉગતા જ રોગચાળાને ડામવાની કવાયત શરૂ કરી છે.
રાજકોટમાં એરપોર્ટ રોડ પર આવેલા અમરજીતનગર સોસાયટીમાં ફોગિંગ કરવામાં આવ્યુ હતુ. રાજકોટમાં ડેન્ગ્યૂના કેસમાં સતત વધારો થતો જઇ રહ્યો છે. ચાલુ વર્ષે ડેન્ગ્યૂના કુલ 171 અને ચિકનગુનિયાના 67 કેસ નોંધાયા છે. ત્યારે મનપાએ પણ મચ્છરના લારવા અને પોરા શોધવાની કામગીરી શરૂ કરી છે.