રિપોર્ટ@રાજકોટ: પ્રીમિયમ આર વર્લ્ડ INOX સિનેમાની કેન્ટીનમાં સેન્ડવીચ પર વંદો, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે

જેમાં ગઈકાલે રાત્રે ધુરંધર ફિલ્મ જોવા ગયેલા ગ્રાહકે સેન્ડવીચ પર વંદો ફરતો જોઈ વીડિયો બનાવ્યો હતો.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજકોટના પ્રીમિયમ આર વર્લ્ડ INOX સિનેમા કેન્ટીનનો વીડિયો વાયરલ થવા પામ્યો છે. જેમાં ગઈકાલે રાત્રે ધુરંધર ફિલ્મ જોવા ગયેલા ગ્રાહકે સેન્ડવીચ પર વંદો ફરતો જોઈ વીડિયો બનાવ્યો હતો.

આ અંગે કેન્ટીનમાં કામ કરતા વ્યક્તિ અને મેનેજરને જાણ કરતા તેમને લૂલો બચાવ કરી આ માત્ર ડિસ્પ્લે છે, ગ્રાહકને આપવામાં ન આવતી હોવાનો બચાવ કર્યો હતો અને બાદમાં આ સેન્ડવીચને હટાવી લીધી હતી. હાલ આ વીડિયો વાયરલ થતા આરોગ્ય વિભાગ દ્વારા સમયાંતરે દરેક જગ્યા પર નિયમિત ચેકીંગ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

રાજકોટ શહેરના આર વર્લ્ડ INOX સિનેમા કેન્ટીનમાં ખાદ્ય પદાર્થ પર વંદો ફરતો જોવા મળ્યો હતો. જેમાં કેન્ટીનમાં રહેલ સેન્ડવિચ પર વંદો આંટા મારતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. ગઈકાલે 19 માર્ચ 2026ના સાંજે  ધુરંધર ફિલ્મ જોવા ગયેલા ગ્રાહકે ઇન્ટરવેલ દરમિયાન કેન્ટીનમાં રહેલ સેન્ડવીચ પર વંદો જોઈ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.

આ વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ગ્રાહકે જયારે વીડીયો બનાવવાનું શરૂ કર્યું ત્યારે કેન્ટીનમાં કામ કરતા વ્યક્તિએ બચાવ કરવાનું શરૂ કર્યું હતું અને જે સેન્ડવીચ પર વંદો ફરે છે તે માત્ર ડિસ્પ્લે છે ગ્રાહકને આ આપવામાં ન હોવાનો બચાવ કર્યો હતો

જો કે ડિસ્પ્લેમાં હોય તો તેમાં વંદો ફરે તે યોગ્ય છે તે સવાલ પૂછતાં ગ્રાહકે વીડિયો બનાવ્યા બાદ કેન્ટીનમાં ઉપસ્થિત વ્યક્તિએ સેન્ડવીચમાંથી વંદાને દૂર કર્યો હતો. હાલ આ વીડિયો વાયરલ થતા આરોગ્ય વિભાગની કામગીરી પર સવાલો થઈ રહ્યાં છે.

જેમાં ગ્રાહકે વીડિયો બનાવીને વાયરલ કર્યો છતાં રાજકોટ મનપાના ફૂડ વિભાગના પેટનું પાણી ના હલ્યું તેમ જણાઈ રહ્યું છે. હવે એ જોવાનું રહ્યું કે આગામી સમયમાં મનપાના ફૂડ વિભાગ અને આરોગ્ય વિભાગ કાર્યવાહી કે તપાસ કરશે કે નહીં. ઉપરાંત સમયાંતરે દરેક જગ્યા પર નિયમિત ચેકીંગ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

રાજકોટ INOXના મેનેજરે દિવ્યભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ગઈકાલે  એક ગ્રાહક આવ્યા હતાં, તેમને વીડિયો બનાવ્યો હતો અને અમને જાણ કરી હતી. અમે પૂરતી કાળજી અને ચોખાઇ રાખીએ છીએ આમ છતાં ગઈકાલે એક વંદો આવી ગયો હતો જેને તુરંત દૂર કરી દેવામાં આવ્યો હતો. જે વીડિયો બનાવવામાં આવ્યો છે એ માત્ર ડિસ્પ્લેમાં હોય છે અને તેમાં અમે નોટ ફોર સેલ ટેગ પણ લગાવતા હોઈએ છીએ. ગઈકાલે આ કેન્ટીનમાં એક વંદો જોવા મળતા આખી કેન્ટીન આજે ફરીથી સાફ કરી દેવામાં આવી છે.