રિપોર્ટ@રાજકોટ: પિતા-પુત્રીના પાણીની ટાંકીમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી

સમગ્ર મામલે પોલીસ તપાસ હાથધરી છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજકોટ શહેરમાંના જસદણમાંથી ચકચાર મચાવતી ઘટના સામે આવી છે.પિતા-પુત્રીના ત્રીજા માળે પાણીની ટાંકીમાંથી મૃતદેહ મળ્યા:'પત્ની સાથે છૂટાછેડા સુધી મામલો પહોંચ્યો હતો, પણ પિતાને અઢી વર્ષની પુત્રીથી વિખૂટા નહોતું પડવું'

જસદણ શહેરની ગેબનશા સોસાયટીના એક મકાનમાં ત્રીજા માળે આવેલી પાણીની ટાંકીમાંથી પિતા-પુત્રીના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પતિ-પત્ની વચ્ચે વાંરવાર ઝઘડા થતાં હતાં. જેથી કંટાળીને પિતાએ જ અઢી વર્ષની પુત્રીને પહેલા પાણીની ટાંકીમાં ડૂબાડ્યા બાદ પોતે પણ ટાંકીમાં પડી આત્મહત્યા કરી લીધી. સમગ્ર મામલે પોલીસ તપાસ હાથધરી છે.

મળતી માહિતી મુજબ, રાજકોટ જિલ્લાના જસદણ શહેરમાં આવેલી ગેબનેશા સોસાયટીમાં રહેતા ફિયાઝભાઈ પરીયાણીએ તેમની પુત્રી નૂર ફાતેમા  સાથે તેમના મકાનના ટેરેસ પર આવેલી પાણીની ટાંકીમાં પડી જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ થતાં પરિવારજનો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને બંનેના મૃતદેહને ટાંકીમાંથી બહાર કાઢ્યા હતા.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ફિયાઝભાઈ અને તેમની પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા અને વાત છૂટાછેડા લેવા સુધી પહોંચી ગઇ હતી. પરંતુ લગ્નજીવનથી આ દંપતીના ઘરે અઢી વર્ષની પુત્રી પણ હતી. જેના પર હકને લઇને પતિ-પત્ની વચ્ચે છેલ્લા એક અઠવાડિયાથી ઝઘડો થતો હતો. ફિયાઝભાઇ દિકરીને સોંપવા માંગતા ન હતા. જેથી તેમણે આ પગલું ભરી લીધું હોવાની શક્યતા સેવાઇ રહી છે.

ઘટના અંગે મૃતકના કાકા ઉસ્માનભાઈ પરીયાણિએ જણાવ્યું કે, એક અઠવાડિયાથી પતિ-પત્ની વચ્ચે પુત્રીને પોતાની પાસે રાખવા બાબતે કંકાસ ચાલી રહ્યો હતો. ફિયાઝ અઢી વર્ષની પુત્રીને પોતાની પાસે રાખવા માંગતો હતો જ્યારે તેની પત્ની પુત્રીને પોતાની પાસે રાખી અલગ થવા માંગતી હતી. દરમિયાન બંનેને સમજાવતા સમાધાન સુધી વાત પહોંચી હતી અને સમાધાન પણ કરવાનું હતું. પરંતુ આજે સવારે ફિયાઝનો ભાઇ મારી પાસે આવ્યો હતો અને કહ્યું કે મારો ભાઇ અને પુત્રી સવારથી ઘરમાં નથી. જેથી અમે તેમની શોધ હાથધરી તો ટેરેસ પરથી પાણીની ટાંકીમાંથી બંનેના મૃતદેહ મળી આવ્યા હતા.

આ બાબતે જસદણ પોલીસ સ્ટેશનના પીઆઈ જે. પી ગોસાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તપાસ દરમિયાન ફિયાઝે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે. હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે અને મૃતદેહને ફોરેન્સિક રિપોર્ટ માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યા છે.