રિપોર્ટ@રાજકોટ: પૌત્રએ દાદાને લોખંડનું ટેબલ માથામાં મારી હત્યા કરી, પીએમ કરાવા ઇન્કાર કર્યો ને ભાંડો ફૂટ્યો, જાણો સમગ્ર મામલો

ઇજાના નિશાન જોવા મળતા પોલીસ પીએમ કરાવી સઘન પૂછતાછ હાથ ધરી હતી
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

પૌત્રએ દાદાને લોખંડનું ટેબલ માથામાં મારી હત્યા કરી. રાજકોટ શહેરમાં પૌત્રના હાથે થયેલ દાદાની હત્યા કેસમાં પોલીસે આરોપી પૌત્ર મોહિત મિયાત્રાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપી દ્વારા તેમના દાદાની જમીન પર ધિરાણ લઇ બાદમાં તે પુરી ભરપાઈ ન કરતા દાદા પૌત્ર વચ્ચે અવારનવાર બોલાચાલી થતી હતી. તે દરમિયાન ગઈકાલે  પણ ઉગ્ર બોલાચાલી થતા સવારે પૌત્રએ દાદાના ઘરે આવી પ્રથમ તેમના ફળિયામાં રહેલ રેંકડીમાં પછાડી બાદમાં લોખંડના ટેબલ વડે માથામાં હુમલો કરી ઇજા પહોંચાડી મોત નિપજાવ્યાનું સામે આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, હત્યા નિપજાવ્યા બાદ પૌત્રએ ફુવાને ફોન કરી દાદા પડી ગયા છે અને ઇજા પહોંચી છે, કહીને હોસ્પિટલ લઇ ગયો હતો. જો કે આ પછી પોતાનો ભાંડો ન ફૂટે આ માટે પીએમ કરાવવા ઇન્કાર કરી રહ્યો હતો. જો કે ઇજાના નિશાન જોવા મળતા પોલીસ પીએમ કરાવી સઘન પૂછતાછ હાથ ધરી હતી. જેમાં આરોપી પૌત્ર ભાંગી પડ્યો હતો અને હત્યા અંગ કબૂલાત આપી હતી.

રાજકોટ ACP આર. એસ. બારીઆએ જણાવ્યું હતું કે, રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રૈયા ધાર પાસે શાંતિનગર વિસ્તારમાં અરજણભાઇ મિયાત્રાને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવતા તેને ડોકટરે મૃત જાહેર કરતા પોલીસે ઇજાના નિશાન હોવાથી શંકાના આધારે મૃતદેહને પોસમોર્ટમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન વૃદ્ધને હોસ્પિટલ લઇને જનાર તેના પૌત્ર તેમજ અન્ય સબંધીઓની પૂછતાછ હાથ ધરવામાં આવી હતી.

તેમને વધુમાં જણાવ્યું હતું કે, આરોપી મોહિતના પિતાનું થોડા વર્ષો પહેલા જ મોત થયું છે તે અલગ રહેતો હતો અને તેના દાદા શાસ્ત્રીનગર વિસ્તારમાં રહેતા હતાં. પૌત્ર મોહિતના દાદા અરજણભાઈ મિયાત્રાની ખેતીની જમીન હોવાથી આરોપી પૌત્રએ દાદા પાસે આ જમીનમાં ખેતી કરવા માટે માંગણી કરી હતી. જેથી દાદાએ થોડી જમીન તેને વાવવા માટે આપી હતી. આ પછી રૂપિયાની જરૂરિયાત છે કહેતા દાદાએ આ જમીન પર ધિરાણ લેવાનું કહેતા પૌત્ર મોહિતએ જમીન પર 2.50 જેટલી રકમની ધિરાણ લઇ 1.54 લાખ જેવી રકમ ભરપાઈ કરી હતી અને બાકીની રકમ ભરપાઈ કરવાની બાકી હતી. આ બાબતે બન્ને દાદા પૌત્ર વચ્ચે ઘણા સમયથી બોલાચાલી ચાલતી હતી.

ગઈકાલે સવારે આરોપી મોહિત મિયાત્રા દાદાના ઘરે ગયો હતો અને ત્યાં દાળ સાથે બોલાચાલી કરી હતી જેમાં પ્રથમ તેને દાદાને ધક્કો માર્યો હતો બાદમાં ફળિયામાં પડેલ રેંકડીમાં પછડાટ આપી હતી અને આ પછી ઘરમાં ઓસરીમાં રહેલ લોખંડનું ટેબલ તથા પેવર બ્લોક મદદથી માથાના ભાગે ઘા મારી હત્યા નિપજાવી દીધી હતી.

પોલીસથી બચવા પૌત્રએ તેમના ફુવાને ફોન કરી જણાવ્યું હતું કે, હું દાદાના ઘરે આવ્યો ત્યારે દાદા ડેલી ખોલીને આવ્યા ત્યારે અચાનક ઠેસ આવતા પડી ગયા હતા, જેથી ઇજા પહોંચી છે તેમને હોસ્પિટલ લઇ જવાનું કહી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતાં. જ્યાં તબીબોએ તપાસી મૃત જાહેર કર્યા હતા આ પોસમોર્ટમ માટે ખસેડવાનું કહેતા પૌત્રએ પોસમોર્ટમ કરાવવા ઇન્કાર કરી મારી સામે જ પડી ગયા છે કોઈ શંકા નથી કહ્યું હતું જો કે પોલીસે પ્રથમ થી જ શંકાના આધારે તાપસ કરી આગવી ઢબે પુછપરછ શરૂ કરતા હત્યાનો ભાંડો ફૂટી ગયો હતો.

હાલ પોલીસ આરોપી પૌત્રની ધરપકડ કરી ઘટના સ્થળ પર લઇ જઈ રિકંસ્ટ્રક્શન પંચનામું કરાવવા તેમજ જેના વડે હત્યા નિપજાવી તે બોથડ પદાર્થ કબ્જે કરવા સહીતની કાર્યવાહ હાથ ધરી છે. જ્યારે હત્યા પાછળ જમીન શિવાય અન્ય કોઈ બાબત કારણભૂત છે કે કેમ એ દિશામાં પણ વધુ પુછપરછ હાથ ધરી છે.