રિપોર્ટ@રાજકોટ: પતિ પોતાની પત્નીને સેટી સાથે બાંધી ગેંગરેપ કરાવતો, જાણો વધુ વિગતે

માર મારતા શરીરે ચાંભા પડી ગયા
 
દુષ્કર્મ@કલોલઃ પરિણીતા નિઃસંતાન હોવાથી ભૂવા પાસે ગઇ, થઇ ગયું ખોટું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. જેમાં પતિએ પોતાના મિત્ર અને બે ભાણેજ સાથે મળી પોતાની જ પત્ની પર ગેંગરેપ ગુજાર્યો હોવાનો આક્ષેપ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આશરે છેલ્લા ત્રણેક માસથી પતિ આ શખસો સાથે મળી પત્નીને સેટી સાથે બાંધી સીતમ ગુજારતો હતો. ઉપરાંત ગુપ્તભાગે ઈજા પહોંચાડતા પત્નીએ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ ઉપરાંત જ્યારે ગેંગરેપ થતો ત્યારે પતિ આ ઘટનાનો વીડિયો ઉતારતો અને આ વીડિયો બતાવી પત્નીને બ્લેકમેઈલ કરતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેને લઈ પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.


રાજકોટમાં રહેતી 22 વર્ષીય પરિણીતાને આજે સવારે સિવિલ હોસ્પિટલના ઈમર્જન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં પરણિતાના ગુપ્તભાગે ઈજા હોવાથી તેને જનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પ્રાથમિક નિવેદનમાં પરિણીતાએ જણાવ્યું હતું કે, ગઈકાલે 8 મે, 2024ના રોજ બપોરે 1.30 વાગ્યા આસપાસ તે પોતાના ઘરે હતી ત્યારે તેનો પતિ તેના મિત્ર અને બે ભાણેજ સાથે આવ્યો હતો. આ ચારેયે મળી બળજબરી કરી શરીરસંબંધ બાંધ્યો હતો અને ગુપ્તભાગમાં પતિએ બાઈકની ચાવીથી ઈજા પહોંચી હતી. ઉપરાંત પટ્ટા અને પાઈપથી માર માર્યો હતો. જે પછી તબીયત લથડતા આજે પરિણીતાને જનાના હોસ્પિટલમાં દાખલ થઈ હતી. બનાવની જાણ થતા રાજકોટ તાલુકા પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો અને નિવેદન નોંધી ફરિયાદ દાખલ કરવા તજવીજ હાથ ધરી હતી.


22 વર્ષીય દીકરીએ પ્રથમ લગ્ન કર્યા બાદ છૂટું થયા પછી મવડીના યુવક સાથે લગ્ન કર્યા હતાં. જો કે, તેના પતિને દારૂનો વ્યવસાય હોય જેથી દીકરીના માવતર પક્ષના કોઈ સભ્યો તેને બોલાવતા કે સંબંધ રાખતા નહોતા. અઠવાડિયા પહેલા ભોગ બનનાર પરિણીતાએ તેની માતાને ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે, તેનો પતિ તેને ખૂબ માર મારે છે. આ પછી ગઈકાલે ફરી ભોગ બનનારને તેની માતાને ફોન કરી જણાવ્યું હતું કે, તેનો પતિ તેનો ભાણેજ અને એક મિત્ર એમ ચાર લોકોએ બપોરના સમયે ઘરે આવી બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું.


પરિણીતાની માતાના જણાવ્યા મુજબ દીકરીને તેનો પતિ ખૂબ ત્રાસ આપતો હતો અને અવારનવાર પટ્ટા અને પાઈપથી માર મારતો હતો. ત્રણેક મહિનાથી પતિનો મિત્ર અને ભાણેજ આવતા પતિ દુષ્કર્મનો વીડિયો ઉતારી બ્લેકમેઈલ કરતો હતો. ઉપરાંત દીકરીને નિર્વસ્ત્ર કરી માર મારતા શરીરે ચાંભા પણ પડી ગયા હતાં. માતા તુરંત જાણ થતા રાજકોટ દોડી આવ્યા હતાં. પ્રથમ ભોગ બનનાર તાલુકા પોલીસ સ્ટેશન ગયા હતા. ત્યાંથી એમ્બ્યુલન્સમાં હોસ્પિટલે દાખલ કરવામાં આવી હતી. હાલ તાલુકા પોલીસે યુવતીનું નિવેદન નોંધી ફરિયાદ દાખલ કરી આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.