રીપોર્ટ@રાજકોટ: કુંડલીયા કોલેજની વિદ્યાર્થિનીએ રાષ્ટ્રીય સ્તરે પોઇન્ટ 22 રાયફલની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો

ભૂમિએ 50 મીટર ટુ રાયફલ પ્રોન પોઝીશન ઇવેન્ટમાં ભાગ લીધો 
 
હાલ ભૂમિ સેકન્ડ ગુજરાત ગર્લ્સ બટાલિયનમાં કેડેટ તરીકે સેવા આપે છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

NCC કેડેટ ભૂમિ ગોરાણીયાની મધ્યપ્રદેશમાં યોજાયેલ શૂટિંગ સ્પર્ધામાં સિદ્ધિ હાંસલ કરી છે. કુંડલીયા કોલેજની વિદ્યાર્થિની અને રીક્ષા ચાલકની પુત્રી એવી ભૂમિએ રાષ્ટ્રીય સ્તરે પોઇન્ટ 22 રાયફલની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. 

દરમિયાન મધ્યપ્રદેશના ઇન્દોરમાં યોજાયેલા આ ચેમ્પિયનશિપમાં ભૂમિએ 50 મીટર ટુ રાયફલ પ્રોન પોઝીશન ઇવેન્ટમાં ભાગ લીધો હતો. જેમાં ભૂમિએ સંદર્ભ પ્રદર્શન કરી 583 પોઇન્ટ મેળવી ગોલ્ડ મેડલ મેળવ્યો છે. ભૂમિ આ ચેમ્પિયનશિપમાં સર્વોચ્ચ સ્કોર મેળવનાર પ્રથમ શૂટર પણ બની છે.આ સાથે જ ભૂમિએ રાજકોટ શહેર સાથે ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યું છે.

NCCમાં જોડાયા બાદ ભૂમિએ ટૂંક સમયમાં જ શૂટિંગમાં પ્રભુત્વ મેળવી લીધુ હતુ.પરિવારની સ્થિતિ સારી ન હોવાથી ભૂમિ માટે રાયફલ સહિતની કીટ ખરીદવુ મુશ્કેલ હતુ. જો કે તેના કોચ ધારા જોશીએ તેને તાલીમ આપવા સાથે તમામ સુવિધા ઉપલબ્ધ કરાવી આપી. હાલ ભૂમિ સેકન્ડ ગુજરાત ગર્લ્સ બટાલિયનમાં કેડેટ તરીકે સેવા આપે છે.ભૂમિનું સ્વપ્ન હવે આગામી દિવસોમાં વધુ તાલીમ મેળવી ભારતીય ટીમમાં સામેલ થવાનું અને વર્લ્ડ કપ રમી મેડલ મેળવવાનું છે.