રિપોર્ટ@રાજકોટ: કાલાવડ રોડ પરના TRP ગેમ ઝોનની આગમાં 28 જિંદગી બળીને ખાખ
આગ બાદ સૌથી મોટી સમસ્યા રેસ્ક્યૂની છે
May 26, 2024, 17:58 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર ભયાનક દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. રાજકોટમાંથી હૃદય કંપાવી ઉઠે એવી ભયાનક દુર્ઘટના સામે આવી છે. રાજકોટના કાલાવડ રોડ પરના TRP ગેમ ઝોનની આગમાં એક નહીં 28 જિંદગી બળીને ખાખ થઈ હતી.
કોરોના સમયે જે જગ્યાએ કોવિડ વોર્ડ હતો હાલ તે જગ્યાએ DNA સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. ટીઆરપી ગેમ ઝોનમાં આગ બાદ સૌથી મોટી સમસ્યા રેસ્ક્યૂની છે. બુલડોઝરથી રસ્તો સાફ કરવાનો પ્રયત્ન કર્યો પણ તેમાં સફળતા મળી નહોતી, આથી આખો શેડ જ ધ્વસ્ત કરી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવા નિર્ણય લેવાયો છે.
આ કામગીરી માટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના પાંચ બૂલડોઝર દોડાવ્યા હતા અને ધીમે-ધીમે શેડ તોડાઈ રહ્યો છે હાલ આ કામગીરી ચાલી જ રહી છે. આરોપીઓ વિદેશ ભાગી ન જાય તે માટે તેમીની સામે લૂકઆઉટની નોટિસ જાહેર કરવામાં આવી છે.