રીપોર્ટ@રાજકોટ: પોલીસે એક ઇસમને પાંચ બોટલ દારૂ સાથે દબોચી કુલ રૂ।.1.20 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
કોન્સ્ટેબલ આર.એલ.બાળા સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતાં
Updated: Sep 16, 2023, 12:49 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દરોડાની વિગત અનુસાર બિ.ડીવીઝન પોલીસ મથકના વી.આઈ.આર.જી.બારોટની રાહબરીમાં હેડ કોન્સ્ટેબલ આર.એલ.બાળા સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતાં. ત્યારે મળેલ ચોકકસ બાતમીના આધારે મોરબી રોડ પર ચામડીયા પરા શુલભ શૌચાલય પાસેથી પસાર થતી ઓટોરીક્ષા નં.જીજે-27 ડબલ્યુ 7978ને અટકાવી તેનાં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની 15 બોટલ મળી આવતા રીક્ષાચાલક હિરેન રાજેશ મજેઠીયા (ઉ.વ.26) (રહે.ગુંદાવાડી પાછળ)ને દબોચી દારૂ અને રીક્ષા મળી રૂ।.62 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
બીજા દરોડામાં ખોડીયારપરા શેરીનં.3 પારેવડી ચોક પાસેથી એકસેસ બાઈકમાં નિકળેલી દરજાના ઈકબાલ સર્વરી (ઉ.વ.37) (રહે.ખોડીયાર પરા)ને અટકાવી બાઈકમાં તપાસ કરતાં વિદેશી દારૂની પાંચ બોટલ મળી આવતાં બી ડીવીઝન પોલીસે મહીલાની ધરપકડ કરી રૂ।.62500નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.