રીપોર્ટ@રાજકોટ: ચાંદીના દાગીના મોબાઈલ ફોન અને રોકડ ચોરાયાના ગુનામાં રેલવે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રેલયાત્રીના ચાંદીના દાગીના મોબાઈલ ફોન અને રોકડ ચોરાયાના ગુનામાં રેલવે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી મુદ્દામાલ રીકવર કર્યો છે.આ અંગે મળતી વિગત મુજબ, જામનગર રેલવે પોલીસ મથકે ટ્રેનમાં રેલયાત્રીના ચાંદીના મોબાઈલ અને રોકડની ચોરીનો ગુનો નોંધાયેલો જેથી ગુનાનો ભેદ ઉકેલવા રેલવે પોલીસ નિર્દેશક પરિક્ષિત રાઠોડ, એસપી બલરામ મીણા, ડીવાયએસપી જે.કે.ઝાલાએ સૂચના આપતા પીએસઆઈ વી.બી.રાયમાં, ઈન્ચાર્જ પીએસઆઈ સહદેવસિંહ ઝાલા, એએસઆઈ ભરતસિંહ, હેડ કોન્સ્ટેબલ ભીમશીભાઈ, કોન્સ્ટેબલ ભરતભાઈ, જયેશકુમાર વગેરે તપાસમાં હતાં.
દરમિયાન બાતમી મળતા આરોપી ભરત કારા સાવલીયા (ઉ.વ.19, રહે.મુબારક બાગ, ખાડીયામાં, કાળવા ચોક, જૂનાગઢ) અને મૃગવેલ ઉર્ફે મુકેશ પ્રિયાસ્વામી આહિત દ્રવિડ (ઉ.વ.52, રહે.આગતા ચોક, શિવમ પાર્ક, રેલનગર-1, સાધુ વાસવાણી કુંજ રોડ રાજકોટ)ને દબોચી આગવી ઢબે પુછપરછ કરતા કબુલાત આવી હતી. અને ચોરીમાં ગયેલો મુદ્દામાલ કાઢી આપ્યો હતો.પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.