રિપોર્ટ@રાજકોટ: આજથી Ph.D.માં પ્રવેશ માટે GCAS પર રજિસ્ટ્રેશન શરૂ

ગુજરાતની 11 સરકારી યુનિવર્સિટીઓમાં એડમિશન માટે 1 થી 10 ઓક્ટોબર સુધીમાં ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે

 
રિપોર્ટ@રાજકોટ: આજથી Ph.D.માં પ્રવેશ માટે GCAS પર રજિસ્ટ્રેશન શરૂ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાંઆજથી Ph.D.માં પ્રવેશ માટે GCAS પર રજિસ્ટ્રેશન શરૂ થઇ ગયા છે. ગુજરાતની સરકારી 11 યુનિવર્સિટીઓમાં પીએચડી પ્રવેશ માટે વિદ્યાર્થીઓ GCAS મારફતે આજથી એટલે કે, તા. 1 થી 10મી ઓક્ટોબર દરમિયાન પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી ચોઈસ ફિલિંગ કરી શકશે. ત્યારબાદ યુનિવર્સિટીઓ દ્વારા રિસિવિંગ સેન્ટર પર પોતાના નક્કી કરેલા કાર્યક્રમ અનુસાર વિદ્યાર્થીઓના ઓરિજનલ ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવશે. યુનિવર્સિટીઓ દ્વારા 11મી ઓક્ટોબરના રોજ પ્રવેશ માટેની પ્રોસેસ જાહેર કરવામાં આવશે. GCAS રજિસ્ટ્રેશન વખતે વિદ્યાર્થીઓએ રૂ. 300 ફી ભરવાની રહેશે અને ત્યારબાદ યુનિવર્સિટી દ્વારા પ્રવેશ પરીક્ષા કે પ્રોસેસ માટે જે ફી નક્કી કરવામાં આવે તે વિદ્યાર્થીઓએ ચૂકવવાની રહેશે. જો કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિતની વિશ્વ વિદ્યાલયોમાં NET (નેશનલ એલીજીબિલિટી ટેસ્ટ) પાસને જ એડમિશન મળશે કે પ્રવેશ પરીક્ષા રાખવામાં આવશે તેનો કોઈ કાર્યક્રમ જે-તે યુનિવર્સિટી દ્વારા જાહેર થયો નથી.

GCAS (મારફતે સરકારી યુનિવર્સિટીઓમાં પીએચડી(Phd.) પ્રવેશ માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં 1લી ઓક્ટોબરથી પ્રવેશ માટેની કાર્યવાહી શરૂ થશે અને 11મી ઓક્ટોબરના રોજ પ્રવેશ કાર્યવાહી માટે યુનિવર્સિટી દ્વારા પ્રોસેસ જાહેર કરવામાં આવશે. 1 ઓક્ટોબરથી 10મી ઓક્ટોબર દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા GCAS મારફતે ફોર્મ ભરવાનું રહેશે અને તેની સાથે જ ચોઈસ ફિલિંગ, રજિસ્ટ્રેશન ફી પેમેન્ટ કરી એપ્લિકેશન સબમીટ કરવાની રહેશે. આ કાર્યવાહી પૂર્ણ થયા બાદ યુનિવર્સિટીઓએ પોતાના શિડ્યુઅલ અનુસાર ઓનલાઈન એપ્લિકેશનની ચકાસણી કરવાની રહેશે. જેમાં યુનિવર્સિટીના પીએચડી વેરિફિકેશન સેન્ટર ખાતે ઓરિજનલ ડોક્યુમેન્ટની ચકાસણી પણ કરવાની રહેશે. ચકાસણીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ યુનિવર્સિટી દ્વારા એડમિશન પ્રોસેસ જાહેર કરવામાં આવશે.

​​​​​​​યુનિવર્સિટી દ્વારા અરજીની ચકાસણી માટેનું પોતાનું સમયપત્રક જાહેર કરવાનું રહેશે. જેમાં વિદ્યાર્થીઓએ દરેક યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક અનુસાર યુનિવર્સિટીના પીએચડી એપ્લિકેશન વેરીફિકેશન સેન્ટર પર ઓરિજનલ ડોક્યુમેન્ટ સાથે અરજીનું વેરીફિકેશન કરાવવાનું રહેશે. જો વેરીફિકેશન પ્રક્રિયા દરમિયાન કોઈપણ વિસંગતતા જણાય તો અથવા કોઈપણ વિગતમાં સુધારાની જરૂર હોય તો યુનિવર્સિટીના અધિકારીઓ વિદ્યાર્થીની GCAS એપ્લિકેશનને અનલોક કરશે. ત્યારબાદ વિદ્યાર્થીએ યુનિવર્સિટીની સૂચના મુજબ તેમની અરજીમાં જરૂરી સુધારા કરી અરજી ફરી સબમિટ કરવાની રહેશે. અરજી ફરીથી સબમિટ કર્યા પછી વિદ્યાર્થીએ તેની અરજી ધ્યાનમાં લેવા માટે તેમની અરજીનું સંબંધિત યુનિવર્સિટી દ્વારા ફરીથી વેરીફિકેશન કરાવવાનું રહેશે.

GCAS​​​ના​ માધ્યમથી વિદ્યાર્થીઓ રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં પીએચડી(Phd.) પ્રોગ્રામ માટે અરજી કરી શકે છે. GCAS પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરવાથી પસંદ કરેલા પીએચડી(Phd.) પ્રોગ્રામ માટે પ્રવેશની ખાતરી આપવામાં આવતી નથી. વિદ્યાર્થીઓ એકવાર ઓનલાઈન અરજી સબમિટ કર્યા પછી તેમની ઓનલાઈન અરજીમાં કોઈ પણ સુધારો કરી શકશે નહીં. યુનિવર્સિટીઓ પીએચડી(Phd.)પ્રોગ્રામ માટે પ્રવેશ પરીક્ષાનું આયોજન કરતી હોવાથી વિદ્યાર્થીઓએ GCAS પોર્ટલની નોંધણી ફી રૂ. 300 ઉપરાંત તેમણે પસંદ કરેલી યુનિવર્સિટી માટે અલગથી પ્રવેશ પરીક્ષા ફી કે અન્ય લાગુ પડતી પ્રોસેસ ફી ચૂકવવાની રહેશે. વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાત યુનિવર્સિટી પસંદ કરવાના કિસ્સામા તેમણે ગુજરાત યુનિવર્સિટી દ્વારા સંપૂર્ણપણે વસૂલવામાં આવતી અન્ય સંબંધિત પ્રક્રિયા ફી રૂ.700 GCAS નોંધણી ફી સાથે ચૂકવવાની રહેશે. જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આ ફી રૂ. 500 છે.