રિપોર્ટ@રાજકોટ: RTEમાં એડમિશન માટે ફોર્મ ભરાવાનું શરૂ થયા
રાજ્યના 40 શહેર-જિલ્લાની ખાનગી સ્કૂલોની 93,527 સીટ પર ધો.1માં બાળકોને પ્રવેશ મળશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજથી RTEમાં એડમિશન માટે ફોર્મ ભરાવાનું શરૂ થઈ ગયા છે. ગુજરાત સરકાર દ્વારા ખાનગી સ્કૂલોમાં 25% બેઠક ઉપર ગરીબ અને જરૂરિયાત વાળા બાળકોને ધોરણ 1માં મફત પ્રવેશ માટે RTE (રાઇટ ટુ એજ્યુકેશન) હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનુ આજે 28 ફેબ્રુઆરીના શુક્રવારથી શરૂ થયું છે. 12 માર્ચ સુધી વાલીઓ ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. અરજદારોએ ઓનલાઈન અરજી https://rte.orpgujarat.com પર કરી શકાશે.
ગુજરાતના 40 શહેર-જિલ્લાની ખાનગી સ્કૂલોની 93,527 સીટ પર ધો. 1માં બાળકોને પ્રવેશ મળશે. આર્થિક નબળા-જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ ધો. 8 સુધી ફ્રી એજયુકેશન મેળવી શકશે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક મર્યાદા રૂ. 1.20 લાખ તો શહેરી વિસ્તારમાં આવક મર્યાદા રૂ. 1.50 લાખ રાખવામાં આવેલી છે.
જેમાં અલગ-અલગ 13 કેટેગરીમાં અગ્રતા આપવામાં આવશે. RTEમાં ગુજરાતમાં 93,527 સીટ પર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. પ્રથમ રાઉન્ડની સીટ ફાળવણી સૂચિ 27 માર્ચે જાહેર કરવામાં આવશે. મહત્વનું છે કે, ખોટા ડોક્યુમેન્ટસના આધારે એડમીશન લેતા અમદાવાદમાં 197, સુરતમાં 108 વિદ્યાર્થીઓનાં એડમિશન રદ કરવામાં આવેલા છે.