રિપોર્ટ@રાજકોટ: રૂરલ એસઓજીની ટીમે નશાયુકત સીરપની 2400 બોટલ ભરેલી કાર ઝડપી

ટીમે કાર અને બોટલ સહિત 4.69 લાખનો મુદ્દામાલ કબજે
 
રિપોર્ટ@રાજકોટ: રૂરલ એસઓજીની ટીમે નશાયુકત સીરપની 2400 બોટલ ભરેલી કાર ઝડપી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં કેટલાય અવનવા બનાવો સામે આવતા હોય છે. જસદણના આટકોટ પાસેથી રૂરલ એસઓજીની ટીમે નશાયુકત સીરપની 2400 બોટલ ભરેલી કાર પકડી પાડી બાબરાના શખ્સની ધરપકડ કરી કાર અને સીરપની બોટલો સહિત રૂ.4.69 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને કાર્યવાહી કરી હતી.

જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ તરફથી જિલ્લામાં યુવાનોને વયસનથી દુર રાખવા નાર્કોટિકસને લગતા પદાર્થ કે પ્રવાહી વેચાણ કે હેરાફેરી કરતા શખ્સો સામે વોચ રાખી મળી આવ્યે કાર્યવાહી કરવા સુચના અપાઇ હતી. જેના પગલે એસઓજી પીઆઈ એફ.એ. પારગી તથા પીએસઆઈ બી.સી.મિયાત્રા સ્ટાફ સાથે આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન એસઓજીને મળેલી બાતમીના આધારે આટકોટ-

રાજકોટ હાઈ-વે પર બળધોઈના પાટીયા પાસે વોચ ગોઠવી રેઈડ કરતા અક્ષય વિનુભાઈ ચૌહાણ (ઉ.વ.26) ની કબ્જા વાળીમાંથી શંકાસ્પદ નશાકારક સીરપ (કોર્ડીન)ની બોટલો નંગ-2400 કિંમત રૂ.3.69 લાખ સાથે મળતા તેની ધરપકડ કરી હતી. બાદમાં એસઓજીની ટીમે કાર અને સીરપની બોટલો સહિત રૂ.4.69 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આટકોટ પોલીસના સોપ્યો હતો.

આ કાર્યવાહીમાં રૂરલ એસઓજીના એએસઆઈ જયવિરસિંહ રાણા, અતુલભાઈ ડાભી, સંજયભાઈ નીરજંની, ઈન્દ્રસિંહ જાડેજા, પો.હેડકોન્સ. વિજયભાઈ વેગડ, હિતેશભાઈ અગ્રાવત, અરવિંદભાઈ દાફડા, ભગીરથસિંહ જાડેજા, અમીતભાઈ કનેરીયા, પો.કોન્સ. વિજયગીરી, શીવરાજભાઈ, ચીરાગભાઇ, રઘુભાઈ ઘેડ અને એ.એસ.આઈ. અમુભાઈ જોડાયા હતા.