રિપોર્ટ@રાજકોટ: ચોરાઉ ઓટો રીક્ષા સાથે એક શખ્સને ઝડપી લઈને પોલીસે ચોરીનો ભેદ ઉકેલ્યો

ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી 
 
રિપોર્ટ@રાજકોટ: ચોરાઉ ઓટો રીક્ષા સાથે  એક શખ્સને ઝડપી લઈને ચોરીનો ભેદ ઉકેલાયો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં ચોરીના કેસ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી ચોરીના બનાવો સામે આવતા હોય છે.  બી ડીવીઝન પોલીસે પેટ્રોલીંગ દરમિયાન મોરબી રોડ ઉપર ચોરાઉ ઓટો રીક્ષા સાથે ચોટીલા પંથકના એક શખ્સને ઝડપી લઈ રીક્ષા ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એમ.જાડેજા, પીએસઆઈ પી.સી.સરવૈયા તથા સ્ટાફના રાજદીપભાઈ પટગીરને મળેલી બાતમી આધારે મોરબી રોડ સેટેલાઈટ ચોક પાસે ઓટો રીક્ષા નં. જી.જે.03 એડબલ્યુ 1799 સાથે હકા વલ્લભભાઈ દેગામા રે.

સંતકબીર રોડ મચ્છુ ડેરી પાસે, મુળ આંકડીયા તા. ચોટીલાને શંકાસ્પદ હાલતમાં ઝડપી ઈ.ગુજકોપ પોકેટકોપ આધારે રીક્ષા ચોરાઉ હોવાનું જણાતા રૂા.80 હજારની રીક્ષા કબ્જે લઈ ધરપકડ કરી હતી.

સાથે રીક્ષા ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી હતી. આ કામગીરી પોલીસ ઈન્સ્પેકટર એસ.એમ.જાડેજા તથા પો.સબ.ઈન્સ. પી.સી.સરવૈયા તથા પો.હેડ.કોન્સ. ક્રિપાલસિંહ જાડેજા તથા રાજેશભાઈ બાળા તથા અજયભા બસીયા તથા પો.કોન્સ. જયદીપસિંહ બોરાણા તથા પંકજભાઈ માળી તથા હેમેન્દ્રભાઈ વાધીયા તથા ભાનુશંકર ધાંધાલા તથા પોપટભાઈ ગમારા તથા રાજદીપભાઈ પટગીર રોકાયા હતા.