રીપોર્ટ@રાજકોટ:7મે ના રોજ તલાટીની પરિક્ષા હોવાથી એસ.ટી. નિગમ 4500 એકસ્ટ્રા બસો દોડાવશે

રાજકોટ તા.29 :આગામી તા.7 મેનાં રોજ રાજયમાં તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવામાં આવનાર છે
 
નિર્ણય@ગુજરાત: કોરોના ઇફેક્ટ, આવતીકાલે તમામ એસ.ટી બસો બંધ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજકોટ સહિત રાજયભરનાં જુદા જુદા કેન્દ્રો ઉપર આ પરીક્ષા લેવામાં આવનાર છે. અને આ પરીક્ષામાં 8.50 લાખથી વધુ ઉમેદવારો બેસવાના છે. ત્યારે આ ઉમેદવારોને પરીક્ષા સ્થળ સુધી જવા આવવા માટે એસ.ટી. નિગમ દ્વારા ખાસ એકસ્ટ્રા સંચાલનનું આયોજન હાથ ધર્યુ છે.

આ અંગે વિગતો આપતા ગુજરાત રાજય એસ.ટી. નિગમનાં એમ.ડી. એમ.એ. ગાંધીએ જણાવેલ હતું કે તા.7/5ના રોજ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી)ની પરીક્ષા બપોરે 12-30થી 13-30 યોજાનાર છે. આ પરીક્ષામાં 8.50 લાખ કરતા વધુ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા જનાર છે. ત્યારે નિગમ દ્વારા પરીક્ષાર્થીઓ માટે 4500 એકસ્ટ્રા બસોનું આયોજન કરેલ છે. પરીક્ષાર્થીઓ માટે એડવાન્સમાં ઓનલાઈન એકસ્ટ્રા બસ બુકીંગ પણ થઈ શકશે. પરીક્ષાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે

તે હેતુથી નિગમની મધ્યસ્થ કચેરી તેમજ 16 વિભાગો ખાતે 24*7 કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવનાર છે. નિગમના વિભાગના તમામ ડેપો/ કંટ્રોલ પોઈન્ટ ખાતે પુરતો પોલીસ બંદોબસ્ત મળી રહે તે માટે સ્થાનીક ઓથોરીટી સાથે મળી આયોજન કરવામાં આવેલ છે. ડેપો ખાતે વાહનો ઓનરોડ રહે તેમજ બ્રેકડાઉન ન થાય તે રીતેનું આગોતરું આયોજન કરવામાં આવેલ છે. તેમજ વાહન બ્રેકડાઉન થવાના કિસ્સામાં તાત્કાલીક રીલીફ વાહન મળી રહે તે રીતેનું પુરતું આયોજન કરવામાં આવેલ છે.

વિભાગના કાર્યક્ષેત્રના તમામ જીલ્લા કાતે વિભાગના જવાબદાર અધિકારીઓનું પોસ્ટીંગ પણ કરવામાં આવેલ છે. વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર આ તલાટીની પરીક્ષા અનુસંધાને રાજકોટ એસ.ટી. વિભાગ પણ 200થી વધુ એકસ્ટ્રા બસો દોડાવશે. આ પરીક્ષા અંતર્ગત રાજકોટ જિલ્લામાંથી 70 હજાર જેટલા ઉમેદવારો અન્ય જિલ્લામાં પરીક્ષા આપવા જશે. જયારે બહારનાં જિલ્લાનાં 70 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપવા રાજકોટ આવનાર છે.