રિપોર્ટ@રાજકોટ: મહિલા પોલીસ કોન્સ્ટેબલે સુસાઇડ નોટ લખી આપઘાત કર્યો
સુસાઇડ નોટ લખી પોલીસ ક્વાર્ટરમાં ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
Oct 3, 2025, 17:27 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજકોટ શરેમાથી આત્મહત્યાની ઘટના સામે આવી છે. શહેરના માઉન્ટેન પોલીસલાઇન ક્વાર્ટરમાં રહેતાં મહિલા કોન્સ્ટેબલે ઝેરી દવા પી લેતાં તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. જેમાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું.
આ ઘટનામાં પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટાફે જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. દરમિયાન મૃતક પાસેથી પોલીસને એક સુસાઇડ નોટ પણ મળી હતી. જેમાં પોતાને બીમારી હોવાનો ઉલ્લેખ કરાયો હોવાનું પોલીસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે.