રિપોર્ટ@રાજકોટ: 2 મંદિરમાંથી સોના-ચાંદીના છતરની ચોરી કરનાર ટોળકીને પોલીસે ઝડપી

પૂછપરછમાં ચોરી કર્યાની કબુલાત આપી
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

 રાજ્યમાં ચોરીના બનાવો ખુબજ વધી ગયા છે.  અમરેલી જિલ્લાના ધારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ક્રાગસા ગામે ખોડિયાર માતાજીના મંદિર તેમજ મામાદેવના મંદિરમાં થયેલ સોના-ચાંદીના છતર ચોરી કરનાર ટોળકીની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી તેની પાસેથી કુલ ચાંદીના 29 અને સોનાનું 1 મળી કુલ 30 છત્તર તેમજ 3 મોબાઈલ મળી કુલ 50,545 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, અમરેલી જિલ્લાના ધારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ક્રાગસા ગામે થયેલ ખોડિયાર માતાજીના મંદિર તેમજ મામાદેવના મંદિરમાં થયેલ સોના-ચાંદીના છતર ચોરી કરી ટોળકી રાજકોટમાં માલધારી ફાટક નજીક છે. જેથી પોલીસે શંકાસ્પદ ટોળકીને અટકાવી તલાસી લેતા તેમની પાસેથી 29 ચાંદીના અને એક સોનાનું છત્તર મળી આવતા પૂછપરછ હાથ ધરી હતી. પોલીસ પૂછપરછમાં શખ્સોએ પોતાનું નામ મેહુલ ઉર્ફે મામો ઉર્ફે ભૂરી જેઠવા (ઉં.વ.27), થોભણ ઉર્ફે નયન જાદવ (ઉં.વ.29), રમેશ પરમાર (ઉં.વ.37) અને સલીમ બ્લોચ (ઉં.વ.38) હોવાનું જણાવ્યું હતું. આરોપીઓ પાસે છતર અંગે કોઈ પુરાવા ન હોવાનું તેમજ અમરેલીના ધારીમાં ચોરી કર્યાની કબૂલાત આપતા તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ઘરી છે.


પોલીસે આરોપીઓ પાસેથી ચાંદીના 29 અને સોનાનું 1 મળી કુલ 30 છતર તેમજ 3 મોબાઈલ મળી કુલ 50,545 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ આરોપીઓ પૈકી મેહુલ ઉર્ફે મામો ઉર્ફે ભૂરી જેઠવા (ઉં.વ.27) સામે રાજકોટ શહેરમાં અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં કુલ 31 ગુના નોંધાઈ ચુક્યા છે. જ્યારે સલીમ બ્લોચ (ઉં.વ.38) વિરુદ્ધ અગાઉ અમરેલી ધારી પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાઈ ચુક્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.