રિપોર્ટ@રાજકોટ: કાકી ભત્રીજા વચ્ચે પાંગરેલા પ્રેમ સબંધનો કરુણ અંજામ, પતિનું પત્ની પર ફાયરિંગ, હાલત ગંભીર

પત્ની ઉપર ફાયરિંગ કરી દીધું હતું અને બાદમાં પોતે જાતે લમણે ગોળી મારી દઈ આત્મહત્યા કરી લીધી છે.
 
રિપોર્ટ@રાજકોટ: કાકી ભત્રીજા વચ્ચે પાંગરેલા પ્રેમ સબંધનો કરુણ અંજામ, પતિનું પત્ની પર ફાયરિંગ, હાલત ગંભીર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

નાગેશ્વર વિસ્તારમાં આવેલ એક બિલ્ડીંગ પટાંગણમાં કરુણ ઘટના સામે આવી છે. પ્રેમ સંબંધમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા દોઢ મહિનાથી ચાલતા તકરારને લઇ આખરે ઉશ્કેરાયેલા પતિએ આજે સવારના સમયે પત્ની યોગમાંથી પરત આવતા પત્ની ઉપર ફાયરિંગ કરી દીધું હતું અને બાદમાં પોતે જાતે લમણે ગોળી મારી દઈ આત્મહત્યા કરી લીધી છે.

હાલ પત્નીની હાલત ગંભીર છે તેને પહેલાં સિવિલમાં સારવારમાં ખસેડાઈ હતી. ત્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ છે. કાકી ભત્રીજા વચ્ચે પાંગરેલા પ્રેમ સબંધનો કરુણ અંજામ આવ્યો છે. બનાવની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. FSL ટિમ આવી રિવોલ્વર કબ્જે કરી કાર્યવાહી શરૂ કરી છે.