રિપોર્ટ@રાજકોટ: TRP ગેમ ઝોન અગ્નિકાંડના વધુ એક આરોપીની ધરપકડ કરાઈ

28 લોકોનાં મોત થયાં છે
 
રિપોર્ટ@રાજકોટ: TRP ગેમ ઝોન અગ્નિકાંડના વધુ એક આરોપીની ધરપકડ કરાઈ  

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજકોટમાં બનેલ ભયાનક દુર્ઘટનાએ લોકોના હૃદય કંપાવી ઉઠ્યા છે.  રાજકોટના કાલાવાડ રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં આગ ફાટી નીકળતાં 28 લોકોનાં મોત થયાં છે.

આ આગમાં લોકો એટલી હદે બળ્યા છે કે તેમની ઓળખ DNA દ્વારા કરવામાં આવી રહી છે. સિવિલ હોસ્પિટલ બહાર પોતાના મૃત્યુ પામેલા સ્વજનની જાણકારી માટે પરિવારો ટળવળી રહ્યા છે, તંત્ર પર રોષ ઠાલવી રહ્યા છે.

આજે તારીખ 27 મે, 2024ના સોમવારની સાંજ સુધીમાં 13 મૃતદેહને DNA મેચિંગના આધારે ઓળખવામાં આવ્યા છે. ઓળખ કર્યા બાદ 8 મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવ્યા છે. જેમાં જીજ્ઞેશ કાળુભાઈ ગઢવી (ઉ.34), સ્મિત મનીષભાઈ વાળા, સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા , સુનીલ હસમુખભાઈ સિદ્ધપુરા , આશાબેન ચંદુભાઈ કાથડ, ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ , વિશ્વરાજસિંહ જશુભા જાડેજા, હિમાંશુ દયાળજીભાઈ પરમારના DNA રિપોર્ટ મેચ થયેલા પરિવારને તેમનાં સ્વજનોના મૃતદેહ સોંપાયા.