રિપોર્ટ@કડી: બેસતા વર્ષ નિમિત્તે મા મેલડી માતાજીની આરતીમાં ₹21.11 લાખનો રેકોર્ડબ્રેક ચડાવો

આ પ્રસંગે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા
 
રિપોર્ટ@કડી: બેસતા વર્ષ નિમિત્તે મા મેલડી માતાજીની આરતીમાં ₹21.11 લાખનો રેકોર્ડબ્રેક ચડાવો

અટલ સમચાર ડોટ કોમ, ડેસ્ક 

જાસલપુર ગામે જે 'ડોલરીયા ગામ' તરીકે પ્રખ્યાત છે, ત્યાં બેસતા વર્ષ નિમિત્તે મા મેલડી માતાજીની આરતીમાં ₹21.11 લાખનો રેકોર્ડબ્રેક ચડાવો થયો હતો. આ પ્રસંગે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને જીગ્નેશ કવિરાImageજે ગરબાની રમઝટ બોલાવી હતી.જાસલપુરમાં છેલ્લા 50 વર્ષથી દીપોત્સવી રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ચાર દિવસીય રાસ ગરબાનું આયોજન થયું હતું, જેમાં વિવિધ કલાકારોએ પોતાની કલા રજૂ કરી હતી. બેસતા વર્ષની રાત્રીએ જીગ્નેશ કવિરાજ અને તેમના સાથી કલાકારોએ ગરબાની રમઝટ બોલાવી હતી. આરતીના સમયે મેલડી માતાજીના મંદિર ઉપર ડ્રોન દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી અને આતશબાજી પણ કરાઈ હતી. જાસલપુર ગામના લોકોની મા મેલડી માતાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા છે, જેના આશીર્વાદથી ગ્રામજનો સુખી-સંપન્ન હોવાનું મનાય છે.

જાસલપુર ગામના મોટાભાગના પાટીદાર પરિવારો કેનેડા, અમેરિકા અને યુકે જેવા દેશોમાં વસવાટ કરે છે. દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવવા માટે આ વર્ષે 50થી વધુ NRI પરિવારો પોતાના વતન જાસલપુર પરત ફર્યા હતા. બેસતા વર્ષની રાત્રીએ હજારોની સંખ્યામાં માનવ મહેરામણ માતાજીના દર્શન અને ગરબા જોવા માટે ઉમટી પડ્યું હતું.