રીપોર્ટ@વડોદરા: ભાજપ મંત્રી પીધેલી હાલતમાં ઝડપાયા હોવાની માહિતી સામે આવી
પોલીસે ઝડપી લેતા ચકચાર મચી
Oct 23, 2023, 17:32 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
એક મંત્રી નશાની હાલતમાં ઝડપાયા છે. વડોદરામાં કરજણ યુવા ભાજપ મંત્રી પીધેલી હાલતમાં ઝડપાયા હોવાની માહિતી સામે આવી છે. દિગ્પાલ રાઉલજી નામના ભાજપના મંત્રીને નશાની હાલતમાં પોલીસે ઝડપી લેતા ચકચાર મચી છે. માહિતી મળી રહી છે કે કરજણ યુવા ભાજપ મંત્રી નશાની હાલતમાં કાર ચલાવી રહ્યો હતો. કરજણ પોલીસે ચેકિંગ દરમિયાન યુવામંત્રીની ધરપકડ કરી છે. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

