રિપોર્ટ@સાણંદ: બંધ મકાનનું તાળું તોડી રૂ.1.50 લાખ રોકડ સહિત રૂ.3.10 લાખના મુદ્દામાલની ચોરી, જાણો સમગ્ર બનાવ

દરવાજાની બહાર આવેલ લોખંડની જાળીનો નકુચો તુટેલ હાલતમા હતો અને રૂમમા આવેલ લોખંડની તિજોરીનો સામાન વેરણ-છેરણ હાલતમાં પડેલ હતો.
 
રિપોર્ટ@સાણંદ: બંધ મકાનનું તાળું તોડી રૂ.1.50 લાખ રોકડ સહિત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ચોરીના ગુનાઓ ખૂબજ વધી ગયા છે. ફરી ચોરીના બનાવ સામે આવ્યો છે.સાણંદના નળ સરોવર રોડ પર આવેલ લક્ષમ્ણ પાર્ક સોસાયટીમાં એક મકાનમાં રહેતા વૃદ્ધ દંપતી પ્રસંગમાં મકાન બંધ કરીને ગયા અને તકનો લાભ લઈને ચોરે મકાનમાંથી રોકડ રૂ.1.50 લાખ સહિત દાગીના મળી રૂ. 3.10 લાખના મુદ્દામાલની ચોરી કરી પલાયન થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર લક્ષ્મણપાર્ક સોસાયટીમાં આવેલ મકાન નં.13માં રહેતા 85 વર્ષીય શિવાભાઈ સુંદરભાઈ રાઠોડ  તેના પત્ની સાથે રહે છે. ગત 18 ફેબ્રુઆરીએ તેઓને નરોડા ખાતે ભાણીબાના શ્રીમંતમા જવાનુ હોય હોવાથી પૌત્રની ફોરવ્હીલર ગાડીમાં ગયા હતા.

બીજા દિવસે સવારે પાડોશીએ જાણ કરેલ કે, તમારા ઘરમા ચોરી થયેલ છે જેથી તેવો સાણંદ ખાતે દોડી આવ્યા હતા અને તપાસ કરતાં ઘરના મુખ્ય દરવાજાની બહાર આવેલ લોખંડની જાળીનો નકુચો તુટેલ હાલતમા હતો અને રૂમમા આવેલ લોખંડની તિજોરીનો સામાન વેરણ-છેરણ હાલતમાં પડેલ હતો.

અજાણ્યા ચોરે મકાનના લોખંડના કબાટમા મુકેલ રોકડ રૂ.1.50 લાખ, સોનાની રૂદ્રાક્ષવાળી માળા, સોનાનુ ઓમવાળુ પેંડલ, સોનાની મગ માળા, સોનાની બે નંગ બંગડી, સોનાનું કડુ, સોનાની બે જોડી, ચાંદીના ત્રણ જોડી છડા મળી કુલ રૂ.3.10 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા હતા.

વૃદ્ધ દંપતી વર્ષોથી આ મકાનમાં રહે છે, તેઓ અમદાવાદ પ્રસંગમાં સાંજે ગયા હતા બીજી તરફ સવારે ત્યાંથી પસાર થતાં એક પાડોસીએ મકાન ખુલ્લુ જોતાં વૃદ્ધ દંપતીને જાણ કરતાં નરોડાથી તાત્કાલિક સાણંદ દોડી આવ્યા હતા, સાણંદ પોલીસે 3 જેટલી ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.

સાથે ઘટના સ્થળે એફએસએલ ટિમ અને ડોગ સ્કોડએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. જેમાં ડોગ ઘરમાં નિરીક્ષણ કરી બહાર ગેટ પાસે ઊભું રહેતા તસ્કર વાહન લઈને ચોરી કરવા આવ્યા હોવાની પોલીસને આશંકા સેવાઇ રહેલી છે.