રીપોર્ટ@સ્પોર્ટ્સ: ડીજી નિનામાના વહીવટ સામે રજૂઆત છતાં વિભાગ કેમ પગલાં નથી લેતું? IASનો લાભ?

 સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડીજી નિનામાના વહીવટ સામે ઘણા સમયથી સવાલો ઉભા થઇ રહ્યા છે. 
 
રીપોર્ટ@સ્પોર્ટ્સ: ડીજી નિનામાના વહીવટ સામે રજૂઆત છતાં વિભાગ કેમ પગલાં નથી લેતું? IASનો લાભ?

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

ગુજરાતમાં ઓલિમ્પિક મહોત્સવ યોજાવાની સંભાવના વચ્ચે હમણાંથી રમતગમત વિભાગ પોતાના કામકાજમાં એક્ટિવ થયું છે. જોકે વિભાગ હેઠળ આવતી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડીજી નિનામાના વહીવટ સામે ઘણા સમયથી સવાલો ઉભા થઇ રહ્યા છે. સોશ્યલ મીડિયામાં એક્ટિવ નિનામાના એક નહિ અનેક વહીવટી બાબતે સચિવ અશ્વિનીજી સુધી રજૂઆતો પહોંચી છે છતાં કેમ પગલાં લેવાતાં નથી. ભાવનગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ જ નહિ, તેના કોચ સામે પણ રજૂઆતો અને ઘણા વિષયોમાં તપાસો પણ પૂર્ણ થઈ છતાં નિર્ણયો નથી. શું આઇ.એ.એસનો લાભ મળી રહ્યો છે ડીજી નિનામાને? જાણીએ સમગ્ર અહેવાલ.


ગાંધીનગર સ્થિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની કચેરી હેઠળ રાજ્યભરમાં રમતવીરો તૈયાર કરવાથી માંડીને અનેકવિધ યોજનાઓ ઉપર કામગીરી ચાલે છે. હવે વિભાગના મંત્રી અને સચિવ ગુજરાતમાંથી વધુને વધુ ઓલિમ્પિક માટેના રમતવીરો તૈયાર કરવા દોડધામ કરી રહ્યા પરંતુ સ્પોર્ટ્સ ઓથોરિટીના વહીવટી સામે સવાલો ઓછાં થતાં નથી. કોચને આપ્યો ચીફ કોચને ચાર્જ, વધુમાં વહીવટી અધિકારીનો ચાર્જ આનાથી વ્હાલાં દવલાની નિતી ઉભી થઇ. આ સાથે ભાવનગર કોચ સહિતના અનેક કર્મચારીઓ સામે ઓથોરિટીમાં આવતી રજૂઆતો અથવા ધ્યાને મૂકાતી બાબતો ઉપર કાર્યવાહીના નામે મીંડું રહ્યું છે. આવી સ્થિતિમાં વિભાગના સચિવને રજૂઆતો થઈ પરંતુ ત્યાંથી પણ કોઈ પરિણામો આવી શક્યા નથી.‌ વાંચો નીચેના ફકરામાં.

સૂત્રોએ જણાવ્યું હતું, ડીજી નિનામાના વહીવટ ઉપર દેખરેખ વિભાગના મુખ્ય સચિવ અને ખુદ મંત્રી જોઈ, ચકાસણી કરી શકે છે. કેમ કે, ડીજી નિનામા આઈ.એ.એસ છે ત્યારે અન્ય કોઈ અધિકારી કંઇ જ કરી શકે તેમ નથી. નિનામાના વહીવટ સામે ગઈકાલે પણ ખાનગી ન્યૂઝ ચેનલમાં સ્પેશ્યલ રિપોર્ટ આવ્યો છતાં કેમ અશ્વિનીજીના કાને અવાજ પહોંચતો નથી અથવા શું પહોંચવા દેવાતો નથી. સચિવને શહેરી વિકાસ વિભાગની પણ જવાબદારી છે ત્યારે તેમના મદદનીશ પ્રશાંત મિશ્રા જણાવે છે કે, સ્પોર્ટ્સ ઓથોરિટીમાં અમે વિષયો ધ્યાને મૂક્યા છે પરંતુ તેનાં કોઈ પ્રમાણ મિશ્રા આપી શક્યા નથી. આટલું જ નહિ, આ મિશ્રા કહે છે કે, સચિવ અશ્વિનીજીને પણ ધ્યાને મૂકેલ પરંતુ તેનું કોઈ પ્રમાણ આપવામાં નિષ્ફળ રહ્યા છે, આથી જાગૃત નાગરિકો સીધા મુખ્યમંત્રી કાર્યાલયને રજૂઆત કરવાની તૈયારી કરી રહ્યા છે.