રિપોર્ટ@ગુજરાત: કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી, જાણો સમગ્ર ઘટના
આગ લાગતા જ ડ્રાઈવર સમયસર કારમાંથી બહાર નીકળી ગયો હતો, જેના કારણે તેનો જીવ બચી ગયો હતો.
Oct 13, 2025, 18:36 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં કારમાં આગ લાગવાની ઘટનાઓ અવાર-નવાર સામે આવતી હોય છે. ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર વડલી ગામ નજીક એક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનામાં કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો.
પ્રાથમિક માહિતી અનુસાર, આર્ટિગા કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. કારના વાયરિંગમાં ખામી હોવાથી આગ લાગી હોવાનું તારણ સામે આવ્યું છે. આગ લાગતા જ ડ્રાઈવર સમયસર કારમાંથી બહાર નીકળી ગયો હતો, જેના કારણે તેનો જીવ બચી ગયો હતો.
ઘટનાની જાણ થતા જ હાઈવે ટ્રાફિક પોલીસ, 108 એમ્બ્યુલન્સ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર વિભાગે પાણીનો છંટકાવ કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.