રિપોર્ટ@સુરત: 25 વર્ષના સુવિજય રામાનંદ શર્માને ઊંઘમાં જ હાર્ટ એટેક આવતા તેનું મૃત્યુ

  • સુરતમાં હાર્ટ એટેકના કારણે વધુ એક યુવકનું મૃત્યુ
 
લાઇફસ્ટાઇલઃ રસોડાનો આ ખજાનો તમને હાર્ટ એટેકથી બચાવી શકશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

  • ઊંઘમાં જ હાર્ટ એટેક આવતા 25 વર્ષના યુવાનનું મૃત્યુ
  • સુરતના સચીન વિસ્તારમાં રહેતો હતો યુવક

આકરી ગરમી વચ્ચે પણ હાર્ટ એટેકના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે ફરી સુરતમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

સુરતના સચીન વિસ્તારમાં હાર્ટ એટેકથી એક યુવકનું મોત થયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જમીને મોડી રાતે સૂઇ ગયા બાદ સવારે યુવક જાગ્યો જ નહી, યુવકને ઊંઘમાં જ હાર્ટ એટેક આવી ગયો.રાત્રે સૂતા પછી ઉઠ્યો જ નહીં યુવક
મળતી માહિતી અનુસાર, મૂળ બિહારના મધુવનીનો વતની અને હાલ સુરત શહેરના સચીન વિસ્તારમાં આવેલા સુડા સેક્ટરમાં રહેતો વિજય રામાનંદ શર્મા (ઉં.વ 25) બુધવારે રાત્રે જમીને સૂઈ ગયો હતો. જોકે, બીજા દિવસે જ્યારે મિત્રએ તેને ઉઠાડ્યો તો તે ઉઠ્યો જ નહીં. જે બાદ તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું
સિવિલ હોસ્પિટલ ખાતે હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. જે બાદ સિવિલ હોસ્પિટલમાં તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જેના રિપોર્ટમાં યુવકનું હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું છે.

2 દિવસ અગાઉ રાજકોટના યુવકનું થયું હતું અવસાન
રાજકોટમાં લગ્નપ્રસંગમાં દાંડિયા રાસ રમ્યા બાદ યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હતું. મળતી માહિતી અનુસાર, રાજકોટના અમિત ચૌહાણ પિતરાઈ ભાઈને ત્યાં લગ્ન પ્રસંગમાં ગયા હતા. જ્યાં લગ્નના આગલે દિવસે રાત્રે ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. લગ્ન પ્રસંગમાં દાંડિયા રાસ રમ્યા બાદ અમિત ચૌહાણ ઘરે આવ્યા હતા, જે બાદ તેઓ રાત્રિના સમયે તેઓ અચાનક બેભાન થઈ ગયા હતા.

મૃતક અમિત ચૌહાણ

પરિવારમાં શોક

જેથી તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પર હાજર તબીબે તેઓને તપાસી મૃત જાહેર કર્યા હતા. ડોક્ટરે અમિતભાઈને હાર્ટ એટેક આવ્યો હોવાનું કહ્યું હતું. યુવકના અકાળે મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.