રીપોર્ટ@સુરત: 28 વર્ષીય યુવકને હાર્ટ અટેક આવતા મોત થયુ હતું .પોલીસે તપાસ શરુ કરી

રાજ્યમાં હાર્ટ અટેકથી અચાનક યુવાઓના મૃત્યુની ઘટનાઓ વધી રહી છે
 
ચકચાર@વિસનગર: પિતા બન્યા બાદ યુવકનું સાઉદીમાં મોત, પરિવારમાં માતમ

અટલ સમાચાર ડોટ ,ડેસ્ક 

મળતી જાણકારી અનુસાર, સુરતના હજીરામાં 28 વર્ષીય યુવકને હાર્ટ અટેક આવતા મોત થયા હતા. 28 વર્ષીય રાહુલ સિંગ હજીરા ખાતે રિલાયન્સ કંપનીમાં નોકરી કરતો હતો. ઘરમાં અચાનક તબિયત લથડતા મિત્રોને ફોન કર્યો હતો. જે બાદ મિત્રો સ્થળે દોડી આવ્યા અને 108ને જાણ કરાઈ હતી. તો 108ના કર્મચારીએ યુવકને મૃત જાહેર કર્યો હતો.

ઘટનાની જાણ થતા હજીરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. યુવકનો મૃતદેહ પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી હતી. પીએમ રિપોર્ટ બાદ યુવકનું મોતનું કારણ સ્પષ્ટ થશે

સુરતના કીમ વિસ્તારમાં ઓટલા પર બેસવા બાબતે જૂથ અથડામણ, પોલીસે 8 ની કરી ધરપકડ

સુરતના કીમ વિસ્તારમાં આશિયાના નગરમાં રાત્રીના સમયે ઓટલા પર બેસવા જેવી સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી. બોલાચાલીમાં વાત વણસી અને જોતજોતામાં બે જૂથના લોકો વચ્ચે મારામારી થઇ હતી. મારામારીની ઘટના અંગે જાણ થતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો અને સ્થિતિ થાળે પાડી હતી. પોલીસે મોડીરાત્રે બંને પક્ષની સામાસામી ફરિયાદ નોંધી અને 8 આરોપીની ધરપકડ કરી હતી. મારામારીનો આ વીડિયો સોશલ મીડિયામાં વાયરલ થયો હતો.

Surat: હર્ષ સંઘવીએ સુરત RTO કચેરીની સરપ્રાઈઝ વિઝિટ કરતા અધિકારીઓમાં દોડધામ

સુરત: વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ સુરત RTO કચેરીની સરપ્રાઈઝ વિઝિટ કરી હતી. ગેરરીતિ અને કૌભાંડની અનેક ફરિયાદ વચ્ચે હર્ષ સંઘવી સુરત RTOની ઓચિંતી મુલાકાતે પહોંચતા કર્મચારીઓથી લઈને અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી. RTO બહાર અડ્ડો જમાવીને બેઠેલા એજન્ટોમાં પણ નાસભાગ મચી ગઈ હતી.

હર્ષ સંઘવીએ અલગ-અલગ વિભાગની મુલાકાત લીધી હતી. ડ્રાઈવિંગ ટેસ્ટમાં કેટલા લોકો પાસ થયા અને કેટલા લોકો નાપાસ થયા તેની માહિતી મેળવી હતી. ડ્રાઈવિંગ લાઈસન્સ માટેની પ્રક્રિયા અંગે પણ જાણકારી મેળવી હતી. અરજદારોને કોઈ હાલાકી ન નડે તેનું ખાસ ધ્યાન રાખવા અધિકારીઓને સૂચના આપી હતી.

Lawrence bishnoi:

ડ્રગ્સ કેસમાં લોરેન્સ બિશ્નોઇના જાણો કેટલા દિવસના રિમાન્ડ મંજૂર કરાયાડ્રગ્સ કેસમાં લોરેન્સ બિશ્નોઈના 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. લોરેન્સ બિશ્નોઇને નલિયા કોર્ટમાં રજૂ કરાયો હતો. લોરેન્સના 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે લોરેન્સ બિશ્નોઇને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ડ્રગ્સ કેસમાં અન્ય મહત્વની કડીની તપાસ માટે ATSએ રિમાન્ડની માંગ કરી હતી. કોર્ટે લોરેન્સના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પટિયાલા હાઉસ કોર્ટે ATSની ટ્રાન્ઝિટ રિમાન્ડની અરજી મંજૂર કરતા ખાસ ચેતક કમાન્ડોની ટીમ લોરેન્સને ગુજરાત લાવી છે