રીપોર્ટ@સુરત: એક ડેન્ટિસ્ટે 2655 કિલો સાબુથી ગણેશજીની વિશાળ પ્રતિમાનું નિર્માણ કર્યું

 પ્રતિમા 11 ફૂટ લાંબી, 11 ફૂટ પહોળી અને સાડા 6 ફૂટ ઉંચી છે.
 
રીપોર્ટ@સુરત: એક ડેન્ટિસ્ટે 2655 કિલો સાબુથી ગણેશજીની વિશાળ પ્રતિમાનું નિર્માણ કર્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરતના એક ડેન્ટિસ્ટે નવો પ્રયોગ કર્યો છે. તેઓએ 2655 કિલો સાબુથી ગણેશજીની વિશાળ પ્રતિમાનું નિર્માણ કર્યું છે. આ પ્રતિમા 11 ફૂટ લાંબી, 11 ફૂટ પહોળી અને સાડા 6 ફૂટ ઉંચી છે.ગણેશોત્સવને લઇ લોકો ઇકો ફ્રેન્ડલી પ્રતિમાનું નિર્માણ કરતા હોય છે, ત્યારે સુરતના નવો પ્રયોગ કર્યો છે.સુરતના એક ડેન્ટિસ્ટે 2655 કિલો સાબુથી ગણેશજીની વિશાળ પ્રતિમાનું નિર્માણ કર્યું છે.ગણેશજીની આ પ્રતિમા 11 ફૂટ લાંબી, 11 ફૂટ પહોળી અને સાડા 6 ફૂટ ઉંચી છે.

ગણેશજીની આ પ્રતિમા સાથે ભારતની સિદ્ધિ એવું ઇસરોનું ચંદ્રયાન પણ બનાવાયુ છે. ચંદ્રયાન મિશન પર ભારતીય તિરંગો, વિશ્વ, ચંદ્રયાન, ઈસરો રોકેટ વગેરે પણ બનાવ્યા છે.ગણેશજીની પ્રતિમા સાથે તેમજ શિવ શક્તિ પોઈન્ટ પણ દર્શાવ્યો છે. ગણેશજીની સ્વચ્છ ભારત અભિયાનથી પ્રેરિત થઇને આ પ્રકારની પ્રતિમાનું નિર્માણ કરાયું છે.10 દિવસ સુધી ગણેશજીની પ્રતિમાની પૂજન-વિધિ કરીને તેને સ્લમ વિસ્તારમાં વહેંચી દેવાશે.આ રીતે ગણેશજીનું વિસર્જન પણ થઇ જશે અને સાબુ લોકોને કામ પણ આવશે.