રિપોર્ટ@સુરતઃ પૈસા લઈ AAPની ટિકિટ અપાતી હોવાના આરોપથી ખળભળાટ, જાણો સમગ્ર મામલો

પૂર્વ પ્રમુખના ભાઈની પત્નીને ટિકિટ આપવા 18 લાખ માગ્યા
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સુરતમાં આમ આદમી પાર્ટી પર ટિકિટના બદલામાં નાણાં લેવાના આક્ષેપો સાથે વિવાદ વકર્યો છે. સરથાણા પોલીસ સ્ટેશનમાં વોર્ડ નં. 1-2ના પ્રભારી અને દિલ્હી રહેતાં ઓમપ્રકાશ સામે રૂ. 18 લાખની સોદાબાજી કરી રૂપિયા પડાવ્યાની ફરિયાદ નોંધાઈ છે.

ફરિયાદી નવનીત નાવડીયાએ આક્ષેપ કર્યો કે પત્ની માટે ટિકિટ અપાવવાના બહાને રૂ. 18 લાખ માંગ્યા હતા. બાદમાં સોદો 8 લાખમાં નક્કી થયો હતો. સોદાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ખળભળાટ મચ્યો હતો. પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરી છે, જેને ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો વધાર્યો છે.