રીપોર્ટ@સુરત: આરોગ્ય સમિતિના પૂર્વ પ્રમુખની કારની ઘરના આંગણામાંથી ચોરી

કારમાં 50 હજારની રોકડ પણ હતી
 
રીપોર્ટ@સુરત: આરોગ્ય સમિતિના પૂર્વ પ્રમુખની કારની ઘરના આંગણામાંથી ચોરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં ચોરીના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી  ચોરીનો બનાવ સામે આવતો જ હોય છે.તસ્કારોની  હિંમત એટલી બધી ગઈ છે કે રાત હોય કે દિવસ ચોરી કરતા હોય છે. 

સુરત જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના પૂર્વ પ્રમુખની કારની ઘરના આંગણામાંથી ચોરી થઇ ગઈ છે. વાહનચોર કારને ચોરી કરી લઈ જઈ રહ્યા હતા તે ઘટના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઇ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સુરતના ઊંભેળ ગામમાં જગ્ગુ પટેલે પોતાના ઘર પાસે પાર્ક કરેલી કારની ચોરીથઇ ગઈ છે. ઉલ્લેખનીય છે કે ઘટના સમયે કર્મ રોડ પણ હતી તે પણ કાર સાથે ચોરી થઈ ગઈ છે.

વાહનચોરીની આ ઘટના બાબતે પોલીસને ફરિયાદ કરવામાં આવી છે. CCTV ફૂટેજના આધારે પોલીસે વાહનચોરો સુધી પહોંચી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.તસ્કરોએ કારનો કાચ તોડી આપ્યો ચોરીને અંજામ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. કાર ચોરીને જતાં આરોપીઓ CCTV કેમેરામાં કેદ થયા છે. કારમાં 50 હજારની રોકડ પણ હતી. આ રકમ પણ કર સાથે ચોર લઇ ગયા છે.