રિપોર્ટ@સુરત: ફૂડ વિભાગે એક ટેમ્પોમાંથી 230 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપ્યો

ટેમ્પોમાંથી ઉતારાયેલો પનીરનો જથ્થો.
 
રિપોર્ટ@સુરત: ફૂડ વિભાગે એક આઇશર ટેમ્પોમાંથી 230 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલાક બનાવો સામે આવતા  હોય છે. પાંડેસરામાંથી પાલિકાના ફૂડ વિભાગે એક આઇશર ટેમ્પોમાંથી 230 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપી પાડ્યો છે. વલસાડ પાસિંગના આ ટેમ્પોમાંથી મળેલા પનીરના જથ્થાની કિંમત 64 હજાર રૂપિયા જેટલી છે. શંકાસ્પદ પનીરનાં નમૂનાં પૃથ્થકરણ માટે પાલિકાની લેબોરેટરી ખાતે મોકલી અપાયાં છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ કરાશે.

પનીરનો જથ્થો પાંડેસરા આસપાસની ડેરીઓમાં આપવા માટે ટેમ્પો ચીકુવાડી ખાતે ઊભો હોવાની માહિતી મળી હતી. આ અંગે હાલમાં પૂછપરછ થઈ રહી છે. તપાસને અંતે જથ્થો ક્યાંથી આવ્યો અને સુરતમાં ક્યાં ક્યાં સપ્લાય થવાનો હતો તેની માહિતી સામે આવશે. પ્રાથમિક તપાસમાં આ જથ્થો શંકાસ્પદ જણાયો હતો. હવે સેમ્પલના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. ત્યાર બાદ કાર્યવાહી કરાશે. પાંડેસરા સ્થિત ચીકુવાડી ખાતે GJ-15-AX-1096 નંબરના આઇશર ટેમ્પોમાંથી મળેલા 230 કિલો શંકાસ્પદ જથ્થાનો પાલિકાએ નાશ કર્યો છે.

ટેમ્પોમાંથી ઉતારાયેલો પનીરનો જથ્થો.