રિપોર્ટ@સુરત: પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, જાણો સમગ્ર બનાવ
પરિણીતાનાં સાસુ, ફઈ અને કાકા-કાકી સામે જાતિવિષયક ટિપ્પણી કરી ટોર્ચર કરતાં હોવાનો પિયરપક્ષે આક્ષેપ કર્યો છે.
Mar 23, 2025, 17:22 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં આત્મહત્યાની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. ફરી એકવાર આત્મહત્યાની ઘટના સામે આવી છે. ખટોદરામાં 25 વર્ષીય પરિણીતા રીના ઉર્ફે તુલસીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે.
પરિણીતાનાં સાસુ, ફઈ અને કાકા-કાકી સામે જાતિવિષયક ટિપ્પણી કરી ટોર્ચર કરતાં હોવાનો પિયરપક્ષે આક્ષેપ કર્યો છે. આપઘાતની જાણ પિતાને થતાં પિતા પરિવાર સાથે ત્યાં પહોંચે એ પહેલાં સાસરિયાંવાળાએ દીકરીને નીચે ઉતારી, ફોનમાંથી ઇન્સ્ટાગ્રામ ID સહિતના પુરાવા ડિલિટ મારી દીધા હોવાનો અને સાસરિયાં પક્ષે જ દીકરીનો જીવ લીધો હોવાનો પિતાએ આક્ષેપ કર્યો છે.
પરિણીતાનો ગર્ભ પણ પડાવી નાખ્યાનો આક્ષેપ પરિણીતાના પિતાએ લગાવ્યો છે, જોકે જમાઈ સારા હોવાનું અને દીકરીના પક્ષમાં હોવાનું પણ જણાવ્યું હતું. હાલ પોલીસે પિતાના આક્ષેપના ફરિયાદ આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.