રિપોર્ટ@સુરત: હિન્દુ નેતાઓને ધમકી આપનાર આરોપીને પોલીસે પકડ્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતીજ હોય છે. સુરત જિલ્લાના કઠોર ખાતે રહેતા મૌલવી મહંમદ સાહિલ અબુબકર દ્વારા હિન્દુ સંગઠનો સાથે અને હિંદુત્વવાદી વિચારધારા સાથે જોડાયેલા લોકોને ફોન ઉપર ધમકી આપવામાં આવતી હોવાની ઘટના સામે આવી હતી, જેના આધારે એનઆઈએ સહિતની તપાસ એજન્સીઓએ તેની ધરપકડ કરી હતી. ત્યારબાદ ઊંડાણપૂર્વક તપાસનો સિલસિલો શરૂ થયો છે. ત્યારે તેની સાથે સંકળાયેલા આરોપીની ધરપકડનો ધમધમાટ શરૂ થયો છે. મૌલવી સાથે સંપર્કમાં રહેલો અને નેપાળના નંબરનો ઉપયોગ કરીને ધમકી આપનાર આરોપીને મુઝફ્ફરપુરથી ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડથી સુરત લાવવામાં આવ્યો છે.
ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી બી.પી.રોઝીયાએ જણાવ્યું કે, ધાર્મિક શિક્ષણ આપતા અને કઠોરમાં રહેતા મૌલવી મહંમદ સાહિલ અબુબકર દ્વારા ઉપદેશ રાણા, નૂપુર શર્મા અને હૈદરાબાદના રાજાસિંહને ધમકીઓ આપવામાં આવી રહી હતી. મૌલવીની અટકાયત કર્યા બાદ તેની સાથે જેમને ટેલિફોનિક સંપર્ક કરીને વાતચીત કરી હતી. તેનો સંપર્ક કરવામાં આવ્યો હતો, જેમાં નેપાળનો નંબર બિહારના મુઝફ્ફરપુરના રહેવાસી મહંમદ સાબીર તેનો ઉપયોગ કરતો હતો. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેને બિહારથી ટ્રાન્સઝિટ ઓર્ડર મેળવી સુરત લાવવામાં આવ્યો છે. જેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કર્યા બાદ વેપનની મૌલવી સાથે જે વાતચીત કરી છે. તે અંગેની પણ તપાસ કરવામાં આવશે, ઉપદેશ રાણાને જાનથી મારી નાખવાનું કાવતરું રચવામાં આવી રહ્યું હતું. તે અંગેની પણ તપાસ કરવામાં આવશે.
મૌલવી દ્વારા હિન્દુત્વની વિચારધારા સાથે જોડાયેલા તેમજ હિંદુ સંગઠનો સાથેના વ્યક્તિઓને ધ્યાનથી મારી નાખવાની ધમકી આપવી, તેમજ ફોન કોલ કરીને તેમની સાથે અભદ્ર ભાષામાં વાતો કરવાની ફરિયાદ સામે આવી રહી હતી. જે ફોન કોલ ઉપરથી ધમકીઓ મળી રહી હતી, તેની તપાસ કરતા નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીઓએ આખી તપાસ શરૂ કરી હતી, જેના આધારે તેના તાર સુરત સાથે જોડાયેલા માલૂમ પડ્યા હતા. કઠોર ખાતેથી ધાર્મિક શિક્ષણ આપનાર મૌલવીની ધરપકડ કરવામાં આવી છે. તપાસ એજન્સીએ કોર્ટમાં રજૂ કર્યા બાદ 11 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. પોલીસે અન્ય આરોપીઓની પણ ધરપકડ શરૂ કરી છે. મૌલવી સાથે અને પાકિસ્તાનના નંબરો સાથે વાતચીત કરવાના પૂરાવા મળ્યા હતા. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરતાં બિહાર ખાતેથી એક શખસની ધરપકડ કરીને સુરત લાવવામાં આવ્યો છે.