રીપોર્ટ@સુરત: પોલીસ અભિયાન હેઠળ ફરી લાખો રૂપિયાની ડ્રગ્સની હેરાફેરી કરતી દંપતીની ધરપકડ કરી

 મેફેડ્રોન ડ્રગ્સ પણ પકડી પડવામાં આવ્યું
 
રીપોર્ટ@સુરત: પોલીસ અભિયાન હેઠળ ફરી લાખો રૂપિયાની ડ્રગ્સની હેરાફેરરી કરતી દંપતીની ધરપકડ કરી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

 લાખો રૂપિયાની ડ્રગ્સની હેરાફેરરી કરતા દંપતીની ધરપકડ કરી છે. રાંદેર પોલીસે બાતમીના આધારે રાંદેરના તાજ એપાર્ટમેન્ટમાંથી આરોપી સમીર મુનાફ મલિક અને તેની પત્ની સાનિયા સમીર મલિકની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી 20.36 ગ્રામનું પ્રતિબંધિત માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ પણ પકડી પાડ્યુ છે. આ મેફેડ્રોન ડ્રગ્સની કિંમત આશરે 2.03.600 રૂપિયા છે. તે સાથે જ તેમની પાસેથી 4200 રૂપિયા અને ત્રણ મોબાઈલ ફોન જેની કિંમત 77.500 છે તે પણ જપ્ત કરવામાં આવ્યુ છે. આ સાથે એક સુઝીકી કંપનીનું બર્ગમેન મોપેડ જેની કિંમત આશરે 1.10.000 એમ કુલ 3.95.300નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યું છે.

પોલીસે દંપતીની સધન પૂછપરછ કરીને ડ્રગ્સ ક્યાંથી અને કોની પાસેથી લાવ્યા હતા તે અંગે તપાસ હાથ ધરી છે.

આ દંપતીઓને પોલીસે વેસ પલટો કરીને ધરપકડ કરી છે. આ બાબતે સુરતના કે ડિવિઝનના એસીપી બી.એમ.ચૌધરીએ જણાવ્યુંકે, રાંદેર પોલીસને બાતમી મળી હતી કે, એક દંપતી રાંદરના રામનગર પાસે ડ્રગ્સ વેચવા માટે આવે છે. જેથી પોલીસે વેસ પલટો કરી ત્યાં વોચ ગોઠવીને ઉભા હતા. જે રીતે આરોપીઓ આવ્યા ત્યારે જ પોલીસે પોતાના અન્ય બે પંચોને તેમની પાસે મોકલી હકીકત જાણી ખાનગી ગાડીમાં બેસીને આરોપીઓના ઘર સુધી પોહચી બંને સાતીર દંપતીની ધરપકડ કરી તેમની પાસેથી પોલીસને તેમની પાસેથી 20.36 ગ્રામનું પ્રતિબંધિત માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ પણ પકડી પડવામાં આવ્યું છે.

આ મેફેડ્રોન ડ્રગ્સની કિંમત આશરે2.03.600 રૂપિયા છે. તે સાથે જ તેમની પાસેથી 4200 રૂપિયા અને ત્રણ મોબાઈલ ફોન જેની કિંમત 77.500 છે. તે ઉપરાંત એક સુઝીકી કંપનીની બર્ગમેન મોપેડ જેની કિંમત આશરે 1.10.000 એમ કુલ 3.95.300નો મુદ્દામાલ જપ્ત કરી ડ્રગ્સ ક્યાંથી અને કોની પાસેથી લાવ્યા હતા તે   અંગે તપાસ હાથ ધરી છે.

​​​​​​​