રિપોર્ટ@સુરત: પોલીસે વરિયાવી બજારમાં અલગ-અલગ 4 જગ્યાઓ પર દરોડા પાડ્યા

આરોપીની ધરપકડ કરી છે.
 
રિપોર્ટ@સુરત: પોલીસે વરિયાવી બજારમાં અલગ-અલગ 4 જગ્યાઓ પર દરોડા પાડ્યા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં અવાર-નવાર કેટલીક જગ્યાઓ પર દરાડા પાડવામાં આવતા હોય છે.  લાલગેટ પોલીસે વરિયાવી બજારમાં એક રહેણાંક સહિત અલગ-અલગ 4 જગ્યાઓ પર દરોડા કરી ખાલી અને ભરેલી 88 ગેસ બોટલો મળી કુલ રૂ.1 લાખનો મુદ્દામાલ કબજે કરી 4 આરોપીની ધરપકડ કરી છે. ત્રણ જગ્યાએ રેકેટમાં ગ્રાહકો ગેસ એજન્સીમાંથી ગેસની બોટલો ખરીદી કરી તે બોટલ પર 200 ચઢાવી 1200માં વેચી દેતા હતા અને પછી તે ગેસની બોટલ આરોપીઓ આગળ 300 કમિશન ચઢાવી રૂ.1500માં વેચી મારતા હોવાની વાત સામે આવી છે.

લાલગેટ વરિયાવી બજારમાં વૈભવ લક્ષ્મી બેકરી એન્ડ પ્રોવિઝન સ્ટોરમાંથી 35 ભરેલી ગેસની બોટલો રૂ.44400ની મળી આવી હતી. લાલગેટ વરિયાવી બજાર ઘનશ્યામ બીપીનચંદ્ર ગાંધીના ઘરેથી 25 ભરેલી ગેસની બોટલો રૂ.28,400ની મળી આવી હતી.

ત્રીજા બનાવમાં લાલગેટના વરિયાવી બજારમાં સ્ટાર સેલ્સ એન્ડ સર્વિસની દુકાનમાંથી પોલીસે 15 ભરેલી ગેસની બોટલો મળી આવી હતી. જિલાની બ્રીજ પાસે ગુજરાત ગેસનું બોર્ડ મારી ગેસ રિફિલીંગનું કરાતું હતું. પોલીસે રેડ કરતા રૂ.13,200ની 15 ભરેલી ગેસ બોટલો મળી આવી હતી. ઈરફાન માલકાણીએ ગેરકાયદે રિફિલીંગનું કામ કરતો હતો.