રિપોર્ટ@સુરત: લકઝરી કાર સાથે વિદ્યાર્થીઓના સીનસપાટા, DEOની ફાઉન્ટેન હેડ સ્કૂલને નોટિસ

કોઈ નેતા કે મંત્રીનો કાફલો પણ આવી રીતે ના નીકળે જેવી રીતે વિદ્યાર્થીઓએ રેલી કાઢી હતી.
 
રિપોર્ટ@સુરત: પોલીસે 12 લક્ઝુરીયસ કાર જપ્ત કરી, DEOની ફાઉન્ટેન હેડ સ્કૂલને નોટિસ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

નબીરાઓ 30 જેટલી બીએમડબલ્યુ, મર્સિડિઝ, સ્કોડા જેવી લકઝરી કાર સાથે રેલી કરી સ્ટંટબાજી કરી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. સુરતના ઓલપાડ તાલુકાના કુંકણી ગામમાં આવેલી ફાઉન્ટન હેડ સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફેરવેલ યોજાઈ હતી.

તેમાં હાજરી આપવા આવેલા વિદ્યાર્થીઓેએ આ રીતે જાહેરમાં સીનસપાટા કરી કાયદાના લીરા ઉડાવ્યા હોવાનું સામે આવ્યું હતું. કોઈ નેતા કે મંત્રીનો કાફલો પણ આવી રીતે ના નીકળે જેવી રીતે વિદ્યાર્થીઓએ રેલી કાઢી હતી.

આ મામલે સુરતની પાલ પોલીસે 12 જેટલી ગાડીઓ જપ્ત કરી છે. હાથમાં કોલ્ડ ગન, કારની વિન્ડો પર બેસીને સીન સપાટા કરતા વિદ્યાર્થીઓ સામે હવે કડક કાર્યવાહી શરૂ કરાઈ છે.