રીપોર્ટ@સુરત: પોલીસ શહેરના રસ્તાઓ પર વાહનચાલકોને ટ્રાફિક સિગ્નલનું પાલન કરાવશે

 ટ્રાફિક સમસ્યા પણ હલ કરાશે.
 
રીપોર્ટ@સુરત: પોલીસ શહેરના રસ્તાઓ પર વાહનચાલકોને ટ્રાફિક સિગ્નલનું પાલન કરાવશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ઘણા લોકો ટ્રાફિક નિયમોનું પાલન કરતા નથી.  ટ્રાફિક પોલીસ શહેરના રસ્તાઓ પર વાહનચાલકોએ ટ્રાફિક સિગ્નલનું પાલન કરાવશે. આ માટે સુરત ટ્રાફિક પોલીસે વાહનચાલકોમાં જાગૃતિ લાવવા માટે અત્યારથી ઝુંબેશ શરૂ કરી દીધી છે. 15 મેથી શહેરના 100થી વધુ સિગ્નલો પર ફરજિયાત 20 સેકન્ડ ઉભું રહેવું પડશે. હવેથી ઝેબ્રા ક્રોસિંગ, સિગ્નલ તોડશો, સિટ બેલ્ટ કે હેલમેટ નહીં હોય તો ટ્રાફિક પોલીસ કડક હાથે કામ લેશે.

આગામી દિવસમાં જો કોઈ વાહન ચાલક ટ્રાફિક સિગ્નલ તોડી ભાગશે તો ટ્રાફિક પોલીસ તેને સીસીટીવી કેમેરા દ્વારા ઈ-ચલણથી દંડની કાર્યવાહી કરશે. ટૂંકમાં નજીકના દિવસમાં ટ્રાફિક પોલીસ આ નિયમનું પાલન કરાશે તેવી પોલીસ સૂત્રોથી માહિતી મળી છે. ટ્રાફિક પોલીસે પાલિકા સાથે સંકલન કરી શહેરમાં 96 ટ્રાફિક જંક્શનો પર અદ્યતન ટેક્નોલોજીવાળી સિસ્ટમ સ્થાપિત કરી છે. ખાસ કરીને 40 ટ્રાફિક જંક્શનો એવા છે જેમાં ટ્રાફિક સર્વલન્સ સિસ્ટમ ફીટ કરવામાં આવી છે. ટ્રાફિક સમસ્યા પણ હલ કરાશે.

ઉપરાંત જંક્શન પર થતા દબાણો અને નો-પાર્કિગ પાર્ક કરાતા વાહનોનું મોનિટરીંગ રાખી શકાશે. સાથે ટ્રાફિકના નિયમનનું પાલન ન કરનારને ઈ-ચલણથી દંડ ફટકારશે. આમ તો શહેરમાં જૂના 107 ટ્રાફિક સિગ્નલો છે. જેને અપગ્રેડ કરાયા છે. તેથી શહેરના કુલ 202 ટ્રાફિક જંક્શનો પર એડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ(ATCS) ટેક્નોલોજીવાળી સિસ્ટમ પાલિકાએ કાર્યરત કરી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે પણ રાજ્યભરમાં ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા પોલીસને સૂચના આપી હતી.