રિપોર્ટ@સુરત: બોગસ આઈડીથી રૂપિયા 4.50 કરોડના ટ્રેન ટિકિટ કૌભાંડમાં સોફ્ટવેર સપ્લાયરની ધરપકડ
કૌભાંડમાં સોફ્ટવેર સપ્લાયરની ધરપકડ
Jul 16, 2024, 09:18 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર કેટલાક કૌભાંડ સામે આવતા હોય છે. સુરતની ઉમરા પોલીસે બોગસ આઈડીથી રૂપિયા 4.50 કરોડના ટ્રેન ટિકિટ કૌભાંડમાં સોફ્ટવેર સપ્લાયરની ધરપકડ કરી છે.
માત્ર ધોરણ-12 ભણેલા વ્યક્તિએ દેશના IRCTCને દોડતું કરી દીધું હતું. ડિલિવરી બોયમાંથી સોફ્ટવેર સપ્લાયર બનીને બલ્કમાં કન્ફર્મ ટિકિટ બુક કરાવવાનું કૌભાંડ આચર્યું હતું. રાજેશ મિત્તલ IRCTCમાં તત્કાલ ટિકિટ બુકિંગ થાય તે પહેલા જ ટિકિટ બુક થઈ જાય, તે માટે સોફ્ટવેર વાપરતો હતો.
ઓછા સમયમાં આ ટિકિટ તે સોફ્ટવેરની મદદથી બુક કરી લેતો હતો. જેના કારણે પ્રજા અને રેલવેને નુકસાન થઈ રહ્યું હતું. આરોપીના ઘરે દરોડા પાડતા 973 બોગસ આઈડી, 5 લેપટોપ, 5 હાઈ સ્પીડ રાઉટર તથા નેક્સેસ અને ગડર નામના બે સોફ્ટવેર પોલીસને હાથ લાગ્યા હતા.