રિપોર્ટ@સુરતઃ સ્વામિનારાયણ મંદિરના સ્વામીએ અગમ્ય કારણોસર આપઘાત કર્યો, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ફરી એકવાર આત્મહત્યાની ઘટના સામે આવી છે.સુરતના લસકાણા સ્વામિનારાયણ મિશન મંદિરના પ્રિયદર્શન સ્વામીએ આપઘાત કરી લીધો છે. તેમણે 26 એપ્રિલ 2026એ ઊંઘની ગોળી ખાધી હતી. તે બાદ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન 15 મે, 2026એ તેમનું મોત થયું હતું.
સમગ્ર મામલે શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિએ ઘટનાસ્થળની સંપૂર્ણ તપાસ, મોબાઈલ કોલ ડિટેઇલ, મેસેજ, સીસીટીવી ફૂટેજ તથા મંદિરના તમામ સંતોના નિવેદનો અને અન્ય ટ્રસ્ટીઓના નિવેદનો લઈ તપાસ કરવા માગ કરી છે.
સાથે જ કોઈ વ્યકિત દ્વારા ત્રાસ, ધમકી, દબાણ, બ્લેકમેઈલ અથવા અન્ય કોઈ સંડોવાયેલું હોય તેની સામે કાર્યવાહી કરવાની માગ કરાઈ છે. સમિતિએ ધાર્મિક ભાવનાઓને ઠેસ ન પહોંચે તે માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની માગ કરી છે. હાલ તો સમગ્ર મામલે લસકાણા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

